Junagadh News : વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વૈશ્વિક લોકકલા મહોત્સવમાં 20 દેશોના 200થી વધુ કલાકારોએ ભાગ લઈ વસુધૈવ કુટુમ્બકમના મંત્રને સાર્થક કર્યો!

Junagadh News : વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વૈશ્વિક લોકકલા મહોત્સવમાં 20 દેશોના 200થી વધુ કલાકારોએ ભાગ લઈ વસુધૈવ કુટુમ્બકમના મંત્રને સાર્થક કર્યો!

  • ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની મનાતા વડોદરા શહેરમાં આવેલ પારુલ યુનિવર્સિટી ખાતે 3500 થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
  • ત્યારે યુનિવર્સિટી ખાતે વૈશ્વિક એકતા અને સાંસ્કૃતિક વૈવિધ્યને પ્રોત્સાહન આપતા ચાર દિવસીય વૈશ્વિક લોકકલા મહોત્સવનું આયોજન થયું હતું.
  • આ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, ભૂતાન, ઝિમ્બાબ્વે, મેક્સિકો, ઈજિપ્ત, શ્રીલંકા, મોરોક્કો, લિથુઆનીયા, તાઈવાન, દક્ષિણ આફ્રિકા સહિતના 20 દેશો સહભાગી થયા હતાં.
  • આ દેશોમાંથી પધારેલા 200 થી વધુ આંતરરાષ્ટ્રીય કલાકારોએ તેમની સ્થાનિક શૈલીમાં લોકનૃત્ય, લોકસંગીત સહિતની વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.
  • આ તકે સ્કોવાકિયાના રાજદૂત રોબર્ટ મેક્સિયન, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના રમત ગમત અને યુવા બાબતોના સંયુક્ત સચિવ ડૉ. બલજીત સિંહ શેખોન, એક્ટર યશપાલ શર્મા તેમજ યુનિવર્સિટીના MD ડૉ. દેવાંશુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Also Read : World Vegetarian Day