Junagadh News : જૂનાગઢમાં પોલીસ દ્વારા રિક્ષા ડ્રાઈવ યોજાઈ; પાંચ કલાકમાં 2262 રીક્ષાઓનું ચેકીંગ કરવામાં આવ્યું.
- જૂનાગઢ આવતા પ્રવાસીઓ તથા જૂનાગઢ વાસીઓની સુરક્ષા અને સલામતી માટે જૂનાગઢ પોલીસ દ્વારા જિલ્લાભરમાં રીક્ષા ડ્રાઈવ યોજવામાં આવી.
- જૂનાગઢ પોલીસ દ્વારા આ ડ્રાઈવ કુલ પાંચ કલાક સુધી ચાલી હતી.
- કુલ પાંચ કલાક સુધી ચાલેલી ડ્રાઈવમાં 2262 રીક્ષાઓનું ચેકીંગ કરવામાં આવ્યું.
- જે દરમિયાન કુલ 104 રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
- જેમાં નંબર પ્લેટ વગરના 63 રિક્ષા, પીધેલી હાલતમાં રીક્ષા ચલાવનાર 9 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
- આ ઉપરાંત હથિયાર સાથે બે રીક્ષા ચાલકો ઝડપાયા હતા.
- અનઅધિકૃત માલિકી વગરના 08 વાહનો તેમજ ગેરકાયદેસર હેરફેર કરતા 06 રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.