Junagadh News : જિલ્લાભરમાં તા.૨૪ તથા ૨૫ નવેમ્બરે યોજાશે રવિ કૃષિ મહોત્સવ : આધુનિક કૃષિ તાંત્રિકતા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શ

Junagadh News
Junagadh News : જિલ્લાભરમાં તા.૨૪ તથા ૨૫ નવેમ્બરે યોજાશે રવિ કૃષિ મહોત્સવ : આધુનિક કૃષિ તાંત્રિકતા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શ
રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નો ખેડૂતોને મહત્તમ લાભ થાય તે દિશામાં આયોજન હાથ ધરવા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસીયાએ ખેડૂતો કૃષિલક્ષી નવીન જ્ઞાન પ્રાપ્ત કરે તે પ્રકારના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવે, સાથે જ ખેડૂતો કૃષિ લક્ષી ટેકનોલોજી રૂબરૂ નિહાળી અને અનુભવી શકે તે પ્રકારનું સ્ટોલ્સના મારફતે પ્રદર્શન ઉભુ કરવા આવશે
ખેતી પેદાશોને લક્ષ્યમાં રાખી તાલુકાકક્ષાએ કૃષિ મેળામાં કૃષિ પાકોનું મૂલ્યવર્ધન અને તેના પ્રોસેસિંગ માટે પણ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે આયોજન.
બે દિવસીય આ કૃષિ મેળામાં ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો વચ્ચે ખેતી ખર્ચના ઘટાડા માટે ઇનપુટ્સના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારવા શહેરના વિષયો ઉપર વક્તવ્યની સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવશે. પ્રાંત ઉપરાંત પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની પણ ખેડૂતોની મુલાકાત ગોઠવવામાં આવશે.
આ રવિ કૃષિ મહોત્સવની સાથે સેવા સેતુ અને પશુ આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવશે.