Junagadh News : જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને વિવિધ સહાય આપવા અર્થે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી મેળવવાનું શરૂ થયું.
- ગુજરાત રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોની સહાય મળી રહે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી મેળવવામાં આવી રહી છે.
- આ અરજી કરવાની શરૂઆત આજરોજ તા.07 ઓગસ્ટથી થઈ છે, જે અન્વયે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાં આવી રહી છે.
- વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે.
- જે ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લાના ખેડુતો આ ઘટકોમાં લાભ મેળવવા માંગતા હોય તો સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થશે.
- અરજી કરવાની વેબસાઇટ: https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/