Junagadh News : ઇસરો આગામી 13 જુલાઈએ ‘ચંદ્રયાન-3’ લોન્ચ કરી શકે છે! આ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
- શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે બુધવારે ચંદ્રયાન-3ની એન્કેપ્સ્યુલેટેડ એસેમ્બલી LVM3 સાથે જોડાઈ હતી, ઈસરોએ વીડિયો ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
- ચંદ્રાયન-3 પર શોફ્ટ લેન્ડીગ કરવામાં સક્ષમ હશે.
- જેનો લોન્ચિંગ દિવસ 13 જુલાઇ છે, પરંતુ આ 19 જુલાઇ સુધી જઇ શકે છે.
- જો ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્ર પર ઉતરવામાં સફળ રહે છે, તો ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે.
- આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પોતાનું અવકાશયાન ઉતારી ચૂક્યા છે.
- ચંદ્રયાન-2 મિશન 22 જુલાઈ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જે લગભગ 2 મહિના પછી, 7 સપ્ટેમ્બર 2019ના રોજ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલું વિક્રમ લેન્ડર ક્રેશ થયું ત્યારથી, ભારત ચંદ્રયાન-3 મિશનની તૈયારી કરી રહ્યું છે.
- આ તકે ISRO ચીફે કહ્યું કે; ચંદ્રયાન-2ને નિષ્ફળતા મળવાનો અર્થ એ નથી કે આપણે પ્રયાસ કરવાનું છોડી દઈએ, ચંદ્રયાન-3 મિશનમાંથી આપણને ઘણું શીખવા મળશે અને આપણે ઈતિહાસ રચીશું.
- વધુમાં ISRO ચંદ્રયાન મિશન હેઠળ ચંદ્રનો અભ્યાસ કરવા ઈચ્છે છે. ભારતે 2008માં પ્રથમ વખત ચંદ્રયાન-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું.
- આ પછી ભારત 2019માં ચંદ્રયાન-2ના પ્રક્ષેપણમાં નિષ્ફળ રહ્યું હતું.
- હવે ભારત ચંદ્રયાન-3 લોન્ચ કરીને ઈતિહાસ રચવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.




તસવીર: ઇસરો