Summer Skill Workshop : ઉનાળુ વેકેશનને સાર્થક બનાવવા મહિલાઓ માટે વિનામૂલ્યે સમર સ્કીલ વર્કશોપ

Summer Skill Workshop
Summer Skill Workshop : ઉનાળુ વેકેશનને સાર્થક બનાવવા મહિલાઓ માટે વિનામૂલ્યે સમર સ્કીલ વર્કશોપનું આયોજન થયું.
– મહિલાઓમાં વોકેશનલ તાલીમ અંગે જાગૃતિ લાવવા તેમજ સ્વરોજગાર અંગે માહિતી આપવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા-જૂનાગઢ (મહિલા) ખાતે ઉનાળુ વેકેશન દરમિયાન વિનામુલ્યે સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
– જેમાં ધોરણ 8 પાસ દરેક બહેનો ભાગ લઈ શકે છે.
– આ વર્કશોપમાં કમ્પ્યુટર, બ્યુટી-પાર્લર, ફેશન ડિઝાઇન અને સીવણ જેવા વિષયોની અલગ-અલગ પ્રકારની પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
– વર્કશોપના અંતે સમર સ્કિલ વર્કશોપનું સર્ટિફિકેટ આપવામાં આવશે.
– આ વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા બહેનોએ નીચેની લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ (મહિલા) ખાતે સંપર્ક કરવો.
– ગત તા.22 મે થી નવી બેચનો શુભારંભ થઈ ચૂક્યો છે, જે બાદ ક્રમશઃ 29 મે, 31 મે અને 2 જૂનથી બેચનું આયોજન થશે.
– રજીસ્ટ્રેશન માટેની લિન્ક: https://forms.gle/Mztf79YGW29qi8BR9