Junagadh News : શિક્ષણ અને કલા ક્ષેત્રે અગ્રેસર 6 મહિલાઓનું જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યું.
- મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ કાર્યક્રમના ચોથા દિવસે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- જેમાં સામાજિક અને જાહેર ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનના હસ્તે શિલ્ડ અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું.
- જેમાં ગાય આધારિત ખેતી અને તેમાંથી બનતી વસ્તુઓના ઉત્પાદન માટે ભાવનાબેન ત્રાંબડિયા, બેન્ક સખી લાઈવલીવુડ પ્રમોશન એક્ટિવિટી માટે મધુબેન દીપકભાઈ મકવાણા, શિક્ષણ ક્ષેત્રે નિવૃત નેશનલ એવોર્ડ વિનર પ્રભાબેન પટેલ (પ્રિન્સિપાલ, એમ.જી. ભૂવા કન્યા છાત્રાલય), શિક્ષણ ક્ષેત્રે નિવૃત નેશનલ એવોર્ડ વિનર ડો.રમાબેન દેવાણી(પ્રિન્સિપાલ, ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ-કેશોદ), કલાક્ષેત્રે લોકસંગીત ભક્તિસંગીત પ્રાચીન ભજન ક્ષેત્રે છેલ્લા 25 વર્ષથી કાર્યરત નિરૂપમાબેન છેલભાઈ દવે, કલા ક્ષેત્રે સંગીત વિરાસત, સુગમ સંગીત, ભક્તિ સંગીત, ગરબા ગાયક ખુશાલીબેન જપનભાઈ બક્ષીનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.