Junagadh News : જૂનાગઢમાં પીજીવીસીએલની 30 ટીમ દ્વારા 367 સ્થળોએ વીજ દરોડા; 73 કનેક્શન વીજ ચોરી પકડાઈ!

Junagadh News
Junagadh News : જૂનાગઢમાં પીજીવીસીએલની 30 ટીમ દ્વારા 367 સ્થળોએ વીજ દરોડા; 73 કનેક્શન વીજ ચોરી પકડાઈ!
  • જૂનાગઢ પીજીવીસીએલ દ્વારા શહેરમાં વીજ ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી; જેમાં પીજીવીસીએલની 30 ટીમ બનાવવામાં આવી હતી.
  • આ ડ્રાઈવ અંતર્ગત સબડિવીઝન જેવાકે; સેન્ટ્રલ, ગાંધીગ્રામ, જીઆઇડીસી સહિતના ફીડરના કુલ 367 કનેકશનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 73 જોડાણોમાં ગેરનીતી સામે આવી હતી.
  • આ ડ્રાઈવ દરમિયાન 26 કનેક્શન તો ડાયરેક્ટ પીજીવીસીએલના થાંભલામાંથી વીજ પુરવઠો મેળવતા હતા.
  • જ્યારે 33 કનેક્શન મીટરમાં તાર કે કોઇ અન્ય રીતે ચેડા કરતા ઝડપાયા હતા અને 14 કનેક્શન અન્ય રીતે ચોરી કરતા પકડાયા હતા.
  • આમ, કુલ 73 કનેક્શનમાં વીજ ચોરી પકડી પીજીવીસીએલ તંત્રએ રૂ.22.25 લાખનો દંડ ફટકાર્યો હતો.