Junagadh News : ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની તૈયારીઓ શરૂ; રાજ્ય કક્ષાની સ્પર્ધા 07 જાન્યુઆરી અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા 4 ફેબ્રુઆરીએ યોજાશે.
- અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24 તથા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24 ની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
- આ સંદર્ભે જૂનાગઢ કલેકટરના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
- વધતા જતા હૃદયરોગ બનાવોને ધ્યાનમાં રાખી વધારાની હેલ્થ ટીમ ઉપલબ્ધ રાખવા માટે સૂચના આપી હતી.
- સાથે જ ગિરનાર સ્પર્ધા સાથે સંકળાયેલાઓને CPRની તાલીમ આપવા માટે પણ જણાવ્યું હતું; જેથી ઇમરજન્સીની સ્થિતિમાં સ્પર્ધકોને મદદ આપી શકાય.
- ઉપરાંત ગિરનાર સ્પર્ધા માટે સ્પર્ધકોને અગવડતા ન થાય તે માટે સાફ-સફાઈ, જરૂરી મરામત કાર્ય અને જાડી જાખરા દૂર કરવા માટે પણ સૂચના આપી હતી.
- ખાસ કરીને સ્પર્ધકોની સલામતી જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી, ઉપરાંત પીવાના પાણી માટેની પણ જરૂરી વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા હતા.
- આ સ્પર્ધાઓના સફળ આયોજન માટે 8 કમિટીઓની પણ રચના કરવામાં આવી છે.
- અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા દર વર્ષની જેમ આ વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ રવિવારે એટલે કે; તા.07 જાન્યુઆરી 2023 અને અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ફેબ્રુઆરી માસના પ્રથમ રવિવારે એટલે કે; તા.4 ફેબ્રુઆરીએ યોજાશે.