Junagadh News : ગીર વન્યપ્રાણી અભયારણ્ય આગામી 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે; ઓનલાઈન વેબસાઈટ પરથી પરમીટ બુક કરી શકાશે!
- ચોમાસાની ઋતુ વિદાય લઈ રહી છે ત્યારે આગામી તા.16 ઓક્ટોબરથી ગીર અભયારણ્ય પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.
- ગીર જંગલના કાચા રસ્તાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન ગીર અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન ગત તા.16 જૂન, 2023 થી તા.15 ઓક્ટોબર, 2023 સુધી નિયમાનુસાર બંધ રાખવામાં આવ્યું હતું.
- ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ ગીર ખાતે ઈકો ટુરીઝમ ઝોન (નિયત રૂટ ઉપર) તા.16 ઓક્ટોબર 2023થી પ્રવાસન સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.
- ગીર વન્ય પ્રાણી અભયારણ્ય, સાસણ ગીર માટે ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયેલ છે અને પ્રવાસીઓ નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પરથી પરમીટ બુક કરી શકશે.
- પરમિટ માટેની વેબસાઇટ: https://girlion.gujarat.gov.in/