Junagadh News: ખેતર ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કિટ ખરીદીમાં નાણાંકીય સહાય માટે 9 ઓક્ટોબરથી અરજી કરી શકાશે.

Junagadh News: ખેતર ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કિટ ખરીદીમાં નાણાંકીય સહાય માટે 9 ઓક્ટોબરથી અરજી કરી શકાશે.
  • ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય ચોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર આઇ-ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે.
  • આઇ ખેડુત પોર્ટલ મારફતે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કિટ ખરીદીમાં નાણાકીય સહાય માટે ખેડૂતોની અરજી સ્વિકારવા આગામી તા.09 ઓક્ટોબર ના રોજ 10:30 વાગ્યાથી ઓનલાઇન અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવનાર છે.
  • જે ધ્યાને લઇ તમામ ખેડુતોને તેઓની જરૂરીયાત મુજબ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે.
  • આ વર્ષેથી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓના ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે, જેથી અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી!
  • પરંતુ ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પુર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રીન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજુ કરવાનો રહેશે.

Also Read : ગીર વન્યપ્રાણી અભયારણ્ય આગામી 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે; ઓનલાઈન વેબસાઈટ પરથી પરમીટ બુક કરી શકાશે!