Junagadh News : ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે 250 જેટલા સૂચનો જૂનાગઢ પોલીસને મળ્યા!
- જૂનાગઢ શહેરની ગંભીર ટ્રાફિક સમસ્યા નિવારવા જૂનાગઢ પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.
- જે અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા વોટ્સએપ નંબર 7201809979 જાહેર કરવામાં આવ્યો છે.
- ઉપરના વોટ્સએપ નંબર પર શહેરના મુખ્ય પાંચ માર્ગ અંગે સૂચનો મંગાવ્યા છે; જેમાં સરદાર પટેલ ચોક થી મોતીબાગ સર્કલ, મોતીબાગ સર્કલ થી બાલાજી એવન્યુ, કાળવા ચોક થી આઝાદ ચોક થઈ ચિત્તાખાના ચોક અને કાળવા ચોક થી જયશ્રી રોડ થઈ વૈભવ ચોક તેમજ સરદાર બાગ ઝાંસી સર્કલ થી એસ.ટી.ડેપો થઈ ગાંધીચોક સુધીના માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે જાહેર જનતા પાસેથી સૂચનો આપવા જણાવવામાં આવ્યું છે.
- આ બે જ દિવસમાં જનતા તરફથી આ નવતર પ્રયાસને ભારે સફળતા મળી છે અને અત્યાર સુધીમાં 250 જેટલા સૂચનો આવ્યા છે.
- આગામી દિવસોમાં આ સૂચનોને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.
- આ ઉપરાંત ટ્રાફિક ડ્રાઈવને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે; નાના બાળકોને વાહનો ન આપવાનું વાલીઓને સમજાવવામાં આવી રહ્યું છે. ફાટક ઉપર ટ્રાફિક ન સર્જાય તે માટે વાહન હંમેશા ડાબી સાઈડ ઊભા રાખવા સૂચનો અપાઈ રહ્યા છે, જેને લઈને સૂચન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે.