Junagadh News :સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા 2 થી 8 ઓક્ટોબર સુધી ‘વન્યજીવ સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત મુલાકાતીઓ નિઃશુલ્ક મુલાકાત કરી શકશે તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે.

Junagadh News :સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા 2 થી 8 ઓક્ટોબર સુધી ‘વન્યજીવ સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત મુલાકાતીઓ નિઃશુલ્ક મુલાકાત કરી શકશે તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે.
.
  • આગામી તા.2 થી 8 ઓક્ટોબર દરમિયાન જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.
  • જે અન્વયે તા.2 થી 8 ઓક્ટોબર દરમિયાન દરેક મુલાકાતીઓ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની નિઃશુલ્ક મુલાકાત કરી શકશે.
  • આ ઉપરાંત ધો.1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે નીચે મુજબની જુદીજુદી સ્પર્ધાઓનું આયોજન થશે;
* 02-10-2023: સપ્તાહ પ્રારંભ/ઉદ્દઘાટન (સવારે 9.30 થી 10), કીપર્સ ટોક/ ઝૂને જાણીએ (સવારે 10 થી 12.30 સુધી)
* 03-10-2023: ચિત્ર સ્પર્ધા (સવારે 9.30 થી 1 વાગ્યા સુધી) (વધુ વિગતો માટે નીચેની તસવીર જુઓ)
* 04-10-2023: ટ્રેઝર હન્ટ (સવારે 9.30 થી 12.30 સુધી) (ધો.5 થી 9 માટે)
* 05-10-2023: વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા (ઓપન)
* 06-10-2023: ક્વિઝ સ્પર્ધા (સવારે 9.30 થી 10.30 વાગ્યા સુધી)
* 07-10-2023: વેસ્ટમાંથી બેસ્ટ (સવારે 9 થી 12 સુધી)
* 08-10-2023: ઈનામ વિતરણ/સપ્તાહ સમાપન (સવારે 10.30 વાગ્યે)
  • ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ સ્વખર્ચે આવવા-જવાનું રહેશે.
  • ધો.1 થી 12 ના વિદ્યાર્થીઓએ શાળા મારફતે જ અરજી કરવાની રહેશે.
  • ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી તા.30 સપ્ટેમ્બર સુધીમાં રૂબરૂ ટિકિટબારી ખાતે તથા નીચે દર્શાવેલ મોબાઈલ નંબર પર વૉટ્સએપ કરી આપવાનું રહેશે. સમય મર્યાદા બાદ અરજી નહીં સ્વીકારવામાં આવે.
  • સંપર્ક: 0285-2660235 (99788 54284, 70697 09652, 97277 27888)
  • આપેલ નંબર પર ઓફિસ સમય સવારે 10.15 થી 6.25 દરમિયાન કોન્ટેક્ટ કરવો.)
  • વધુ માહિતી માટે Sakkarbaug Zoological Park, Junagadh ને ફોલોવ કરો.
  • સ્થળ: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, રાજકોટ હાઇવે, જૂનાગઢ.