જૂનાગઢ શહેરમાંથી પસાર થતી મીટરગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની સાથે જૂનાગઢને ફાટકમુક્ત કરવા અનેક ચર્ચા-વિચારણાઓ થઈ રહી છે; એક તરફ રેલ્વેએ અન્ડર અને ઓવરબ્રિજ થકી આખી બ્રોડગેજ લાઇનને પસાર કરવાની તૈયારી કરી લીધી છે, ત્યારે પાણી ભરાવાની સમસ્યાને કારણે શહેરીજનો દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ પ્લાસવાથી શાપુર સુધી નવી બ્રોડગેજ લાઇન નાંખી શહેરમાંથી રેલ્વે લાઇનને બહાર લઇ જવાની માંગ ઉઠી છે, ત્યારે સ્થાનિક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો છે! આ સ્થિતીમાં જૂનાગઢના નાગરિકોએ જુદાજુદા સુચનો કર્યા છે; જેમાં એક સુચન પીલર પર ઓવરબ્રિજ બનાવી તેના પરથી બ્રોડગેજ લાઇન પસાર કરવામાં આવે તો વાહનો માટે અન્ડરબ્રિજ અને તેમાં પાણી ભરાવાની સમસ્યા પણ ન રહે એવો વિચાર રજૂ કર્યો છે…
ત્યારે જૂનાગઢને ફાટકમુક્ત કરવા માટે તમારા મત પ્રમાણે કેવી કામગીરી થવી જોઈએ?