આજે સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ ચુક્યો છે. ઉપરાંત આ બીમારીનો હજી સુધી કોઈ તોડ મળી શક્યો નથી અને સામે દિવસેને દિવસે હજારોની સંખ્યામાં નવા કેસ ઉમેરાઈ રહ્યા છે. જેમાં હવે આપણો ભારત દેશ પણ બાકી રહ્યો નથી. ભારતમાં પણ હવે દરરોજ સરેરાશ 4 હજાર જેટલા કેસ નોંધાઇ રહ્યા છે, તો ગુજરાતમાં પણ દરરોજ આશરે 350થી વધુ કેસ નોંધાય છે. હજી વાત આટલેથી અટકી જતી નથી, પરંતુ આપણા જૂનાગઢમાં પણ હવે દરરોજ એક-બે કેસ નોંધાઇ રહ્યા છે. અહીં આજ તા.22મી મે સુધીમાં સમગ્ર દેશમાં કોરોનાની શુ સ્થિતિ છે, તેના વિશે માહિતી મેળવીએ.junagadh corona update 22 may
સમગ્ર ભારતની વાત કરીએ તો જણાઈ છે કે, દેશમાં હવે કોરોનાના દૈનિક 4 થી 5 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. અહીં, દેશમાં કોરોનાના શુ આંકડા છે તેના વિશેની માળખાગત વિગત જોઈએ.
- તારીખ: 22મી મે, 2020(શુક્રવાર)
- સમય: સવારે 8 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસ: 1,18,447
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 48,534
- મૃત્યુઆંક: 3,583
- કુલ એક્ટિવ કેસ: 66,330
- આમ, ભારતમાં અત્યારે 3 હજારથી વધુ મૃત્યુ અને 1 લાખથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ થયા છે.
ભારતના આંકડા જોયા બાદ એક નજર ગુજરાતના કોરોનાના આંકડા પર પણ કરીએ.
- તારીખ:21મી મે, 2020(શુક્રવાર)
- સમય: સાંજે 5 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસ: 12,910
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 5,488
- મૃત્યુઆંક: 773
- કુલ એક્ટિવ કેસ: 6,649
હવે વાત કરીએ આપના જૂનાગઢ જિલ્લાના કોરોના સબંધિત આંકડાઓ વિશે. રાજ્યમાં સૌથી છેલ્લે જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસના દર્દીઓ નોંધાયા હતા. ગત તા.5મી મેના રોજ જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો અને ત્યાર બાદ સમયાંતરે કેસમાં વધારો થતો હતો. ગત 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કાંદિવલી(મુંબઇ)થી આવેલા 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ સાથે હાલ જિલ્લામાં કોરોનાના કુલ 17 દર્દીઓ થઈ ચૂક્યા છે.
અહીંજૂનાગઢ જિલ્લામાં કોરોના સંબંધિત માહિતી આપેલી છે.
- તારીખ: 22મી મે, 2020(શુક્રવાર)
- સમય: બપોરે 12 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસ: 17
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4
- મૃત્યુઆંક: 0
- કુલ એક્ટિવ કેસ: 13
આમ, જૂનાગઢમાં અત્યાર સુધીમાં 17 કોરોનાના દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. જેમાંના 4 દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે અને અન્ય 13 દર્દીઓની સ્થિતિ પણ અત્યારે કાબુમાં છે.
Also Read : માધવપુર -ઘેડના પૌરાણિક મંદિર ખાતે ભારત સરકારે પહેલીવાર મોટા પાયે મેળાનું આયોજન કર્યું છે.