Junagadh News : જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનો મેગા બ્રેક; અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 153.34% નોંધાયો!

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનો મેગા બ્રેક; અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 153.34% નોંધાયો!
  • આખા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજા અદ્રશ્ય થઈ ગયા હોય એવું પ્રતીત થાય છે; જેના પરિણામે હાલમાં ખેડૂતોની હાલત કફોળી બની છે!
  • ખેડૂતોએ જીવથી વ્હાલા ખેતીના પાકને બચાવવા માટે મરણિયા પ્રયાસો રૂપે કૃત્રિમ જળસ્ત્રોત એવા કુવા, બોર સહિતનો આધાર લીધો છે.
  • વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં થયેલ સીઝનના કુલ વરસાદની તો અત્યાર સુધીમાં કુલ 153.34% વરસાદ નોંધાયો છે.
  • ચોમાસાનો સત્તાવાર પ્રારંભ 15 જૂનથી થયો હતો, પરંતુ વરસાદની શરૂઆત 23 જૂનથી થઈ હતી.
  • એક અઠવાડિયુ ચોમાસું મોડું બેઠું હતું, ત્યારે જૂન મહિનામાં જૂનાગઢ જિલ્લામાં 5748 મીમી (59.35%) એટલે કે 230 ઇંચ વરસાદ નોંધાયો હતો.
  • જુલાઇ મહિનામાં સિઝનનો કુલ વરસાદનો આંક વધીને 14,744 મીમી (152.24%) એટલે કે 590 ઇંચ થયો હતો.
  • આમ, જુલાઈ એક જ મહિનામાં રેકોર્ડ બ્રેક 92.89% મેઘ મહેર થઈ હતી; જેના પરિણામે 22 જુલાઈએ જૂનાગઢ શહેરમાં એક સાથે 10 ઇંચ જેટલો વરસાદ વરસતા ભારે ખાના-ખરાબી થઈ હતી.
  • દોઢ મહિનો જૂનાગઢ જિલ્લામાં વ્યાપક વરસાદ થયા બાદ ગત ઓગસ્ટ માસથી મેઘરાજાએ બ્રેક લગાવી દીધી છે.
  • ઓગસ્ટ મહિનામાં માત્ર 104 મીમી એટલે કે 1.1% જ વરસાદ થતાં ખેડૂતો સહિતના લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
  • ગત તા.3 સપ્ટેમ્બરની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં મોસમનો કુલ વરસાદનો આંક 14851 મીમી (594 ઇંચ) અને ટકાવારીની દ્રષ્ટિએ 153.34% વરસાદ થયો છે, જેમાં વિસાવદર તાલુકો સૌથી વધુ 2100 મીમી (84 ઇંચ) વરસાદ સાથે અગ્રેસર છે.

Also Read : Junagadh News : નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-2023 માં જૂનાગઢની એકલવ્ય પબ્લિક સ્કૂલએ પ્રથમ ક્રમાંક મેળવ્યો.