જૂનાગઢ : ભારત ભરમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. જેના કારણે દેશમાં આજદિન સુધી કોરોનાના કેસ 1 લાખની ઉપર થઈ ચૂક્યા છે. જો કે ગુજરાતમાં પણ હવે કોરોનાનાં કેસ બહોળી સંખ્યામાં નોંધાય ગયા છે. દિવસેને દિવસે પોતાનો વ્યાપ વધારતો કોરોના વાઇરસ મહાનગરોમાંથી ગામડાઓમાં પણ ફેલાઈ રહ્યો છે. જેના કારણે જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં પણ હવે કોરોના વાઇરસ પ્રસરી ગયો છે, ત્યારે અહીં જૂનાગઢ જિલ્લામાં કેટલા કેસ નોંધાયા અને ક્યાં તાલુકા મુજબ કેટલા કેસ થયા તેની વિગતવાર માહિતી મેળવીએ.
સૌ પ્રથમ જૂનાગઢમાં આજ તા.23મી મેના રોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં નોંધાયેલ કોરોનાના કેસ વાત કરીએ, તો જણાઈ છે કે, ગત 24 કલાકમાં જૂનાગઢમાં વધુ 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેના કારણે હવે જૂનાગઢમાં કુલ 19 પોઝીટીવ કેસ થઈ ગયા છે. આ તમામ કેસની તાલુકાવાર માહિતી નીચે જણાવ્યા મુજબ છે, પરંતુ તેની પહેલા જૂનાગઢના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ.
અહીં જૂનાગઢ જિલ્લામાં કોરોના સંબંધિત માહિતી આપેલી છે.
- તારીખ: 23મી મે, 2020(શનિવાર)
- સમય: સવારે 10:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસ: 19
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4
- મૃત્યુઆંક: 0
- કુલ એક્ટિવ કેસ: 15
આ સાથે જ હવે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલ કેસની તાલુકા મુજબ માહિતી મેળવીએ.
- જૂનાગઢ કોર્પોરેશન: 2
- કેશોદ: 5
- ભેસાણ: 4
- વિસાવદર: 4
- માંગરોળ: 2
- માળીયા: 1
- માણાવદર: 1
આમ, અત્યારે જૂનાગઢ કોર્પોરેશનમાં માત્ર 2 જ પોઝીટીવ કેસ છે અને અન્ય બીજા તાલુકાઓના 17 કેસ મળીને કુલ 19 કેસ થયા છે.
હવે એક નજર ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના આંકડાઓ પર કરીએ.
- તારીખ: 22મી મે, 2020(શુક્રવાર)
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસ: 13,273
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 5,880
- મૃત્યુઆંક: 802
- કુલ એક્ટિવ કેસ: 6,591
ગુજરાત બાદ એક નજર ભારતમાં નોંધાયેલ કોરોના કેસના આંકડાઓ પર કરીએ.
- તારીખ: 23મી મે, 2020(શનિવાર)
- સમય: સવારે 8 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસ: 1,25,101
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 51,784
- મૃત્યુઆંક: 3,720
- કુલ એક્ટિવ કેસ: 69,597
Also Read : ભવનાથ – જગવિખ્યાત દિગંબર નગરી