Hanuman Jayanti : સતત ૮૬ વર્ષથી અહીં અખંડ જ્યોત જલે છે, જાણો આ હનુમાન મંદિરની અનોખી ગાથા

Hanuman Jayanti : હનુમાન જયંતિ ના દિવશે આવો જાણીએ જુનાગઢ શહેરના માણાવદર તાલુકામાં આવેલા ચૈતન્ય હનુમાનજી મંદિરની અનોખી પૌરાણિક ગાથા…

  • પરિચય:

માણાવદર-પોરબંદર હાઇવે રોડ પર પાવરહાઉસની સામે આવેલું છે, ચૈતન્ય હનુમાન મંદિર… અહીં ૮૬ વર્ષથી અખંડ દીપ ચાલે છે. હનુમાનશ્રી મહારાજની સુંદર મનમોહક પથ્થરમાંથી પ્રગટ થયેલી છે, ચમેલીના તેલમાં બનારસી સિંદોરથી જગમગતું મુખારવિંદ માથે મુગટ મનોહર નયનો આંકડાની માળા તેમની સુંદરતામાં વધારો કરે છે. Hanuman Jayanti

Hanuman Jayanti

અખંડ જ્યોતની તદ્દન નજીક આસન પર અષ્ટવિનાયક- આઠ જેટલા નાના-મોટા ગણેશજી બિરાજે છે, સિંદુર, યજ્ઞોપવિત, જાસૂદ પુષ્પ, મધૂરો નાદ કરતી પીતળની નાનકડી ઘંટડી, જગારા મારતો નાનકડો ઘંટ, પ્રજ્જ્લિત તાજું પણ ઊભું ફાટેલું શ્રીફળની પ્રસાદી ચૈતન્યની અનુભૂતિ થાય તેવા મંગલમય દ્રશ્યો નજરે પડે છે.

  • ઇતિહાસ:  

આજથી ચાલીસેક વર્ષ પહેલા ચૈતન્ય હનુમાનની આસપાસનો વિસ્તાર ઉજ્જડ હતો,  નવનાલા પુલ પરથી ખેતરમાં નાનકડી હનુમાનજીની ડેરી નજરે પડતી હતી. શ્રી ચૈતન્ય હનુમાનજીનાં મંદિર વિશે એવું માનવું છે કે વયોવૃધ્ધ વડીલો શ્રી ઉકાબાપા દેકીવાડિયા, અમુબાપા ધનેશા અને વિઠ્ઠલબાપા લિંબાણી એવું કહેતા કે, માણાવદરમાં નવાબીરાજ હતું ત્યારે પણ આજ ખેતરમાં નાનકડી ડેરીમાં હનુમાનજી બિરાજતા હતા, નાનકડી ધજા ફરકતી હતી.

માણાવદરનાં નવાબ સરદારગઢ રોડ પર આવેલા જોરાવરબાગથી માણાવદર ગામમાં હવેનાં ગાંધીચોકમાં આવેલા નવાબીગઢમાં નિયમિત જતાં-આવતા રોડ પર પોતાનો રસાલો રોકીને શ્રી હનુમાનજીની અદબ જાળવતા હતા.

Hanuman Jayanti

અખંડ દીપની ખબર અંતર પૂછી સાર સંભાળ રાખતા માણાવદરનાં નવાબ ન્યાયપ્રિય સર્વધર્મ પ્રત્યે પૂરતો આદર આપતા. વિરાટ લીલુછ્મ ખેતર જુવાર અને મગફળીની કતારબંધ હાર ફરતે ગડગડિયા પાણા અને થોરની રક્ષક દીવાલ વચ્ચે પગકેડી રસ્તો શનિવારે ચારેક વાગ્યાથી હનુયામાનજીને તેલ ચઢાવવા માટે ટબૂડી ચાનો પ્યાલામાં તેલ લઈ, ભાવિકો પૂજન-અર્ચન કરવા આવતા…

  • વિશેષતાઓ:

કોઈ પણ જાતના ફંડ ફાળા વગર સ્વૈચ્છિક ભાવિક ભક્તોના સહયોગથી કોઈ ગુરુ ચાધુ બાપુ ચેલા ચેલીના સ્થાન વગર આડોશી પાડોશી તથા ભાવિકભક્તો સ્વયં સંચાલન કરે છે.

હનુમાન જયંતિની અહીં ભવ્ય રીતે ઉજવણી થાય છે. આ દિવસે અહીં બટુક ભોજન કરાવવામાં આવે છે.

Hanuman Jayanti

ચૈતન્ય હનુમાનજીના દિવ્ય દર્શન કરી ભાવિકો ધન્યતાની લાગણી અનુભવે છે, હનુમાન જયંતિના પવન પર્વે આપ પણ અચૂક મુલાકાત લો આ પવિત્ર તીર્થધામની.

જય હનુમાન.

Thank you,

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : Mangnath Mahadev : જાણો કેવી રીતે માંગાભટ્ટજીની ભક્તિને વશ થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા માંગનાથ મહાદેવ