ગ્લાસ ઢોકળા બનાવવા માટે ક્યાં ક્યાં ingredients જોશે? અને શું છે તેના ફાયદા?

ગ્લાસ ઢોકળા : તમારા સૌનું મનગમતું Social media page “આપડું જૂનાગઢ” તમારી અંદર રહેલી રસોઈકળાને ખિલવવા માટે “Online Cooking Competition” લઈને આવ્યું છે. આ Competitionમાં 10 જેટલા સ્પર્ધક ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે અને પોતાના દ્વારા બનાવેલી વિવિધ વાનગીઓને તમારી સમક્ષ રજૂ કરી છે, ત્યારે ચાલો જાણીએ આ સ્પર્ધાની એક અનોખી અને નવીન વાનગી વિશે…

ગ્લાસ ઢોકળા

ગ્લાસ ઢોકળાનુ નામ સાંભળતા જ તમારા મનમાં કઈ કેટલાયે સવાલ ઉદભાવતા હશે ને! આ વાનગી શું છે? કેવી રીતે બનાવવી? શ માટે આ વાનગીનું નામ “ગ્લાસ ઢોકળા” છે? તો ચાલો આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાનગીનો video જોઈએ અને ત્યારબાદ તેના વિષેની માહિતી મેળવીએ.

સૌ પ્રથમ ઢોકળા ગ્લાસ માટે શું શું ingredients જોશે તેના પર એક નજર કરીએ…

1) Better બનાવવા માટે:-
  •  રવો 1 કપ
  • દહી અડધો કપ
  • પાણી અડધો કપ અથવા જરૂરિયાત મુજબ

2) Stuffing બનાવવા માટે:-

  • 1 T spoonરાઈ
  •  1 T spoon જીરું
  •  1 T spoon હિંગ
  •  થોડા મીઠા લીમડાના પાન
  •  1 ચમચી હળદર પાવડર
  •  1 ચમચી આમચૂર પાવડર
  •  મીઠું સ્વાદ મુજબ
  •  2 બાફેલા બટેટા
  •  2 T spoon સમારેલા ગાજર
  •  2 T spoon સમારેલા કેપ્સિકમ
  •  2 T spoon લીલા વટાણા
  •  1 T spoon ધાણા

ગ્લાસ ઢોકળા

હવે જાણીએ આ વાનગી વિષેની થોડી અન્ય માહિતી…

  • ગુજરાતીઓની ઓળખાણ અને ગુજરાતીઓની પ્રિય એવી ઢોકળાની વાનગીનું નવા રૂપરંગ અને સ્વાદ સાથેનું આ એક નવું રૂપ કહી શકાય.
  •  તમારા રસોડામાં સરળતાથી મળી જતી વસ્તુઓને લઈને બનાવવામાં આવતી આ વાનગી સ્વાસ્થ્યપ્રદ છે…
  •  મસાલાથી ભરપૂર “ઢોકળા ગ્લાસ”ની આ વાનગી જીભ અને પેટને અત્યંત આનંદ આપનાર છે.
  •  ચોમાસાના વરસાદી વાતાવરણમાં hygienic ingredients વાપરીને બનાવવામાં આવતી આ વાનગી     immunity વધારવામાં પણ ખૂબ મદદરૂપ છે.
  •  આ વાનગીનું નામ તેમજ દેખાવ આકર્ષક હોવાથી બાળકો પણ આ વાનગીને ખૂબ પસંદ કરે છે, જેથી તેઓને પણ આજના જંકફૂડના સમયમાં એક સ્વાસ્થ્યપ્રદ વાનગી મળી રહે છે.
  •  સ્વાદ અને સ્વરૂપમાં નોખી તરી આવતી આ વાનગી મહેમાનો અને ઘરના સભ્યો પાસેથી તમારી રસોઈ કળાના ભરપૂર વખાણ પ્રાપ્ત કરવા માટે enough છે…

ગ્લાસ ઢોકળા

આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ…

આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.

https://aapdujunagadh.com/cooking-competition/vote

Also Read : 10 things you should know about Aapdu Junagadh