Fatima Dental Clinic : તમને કોઈ એવું કહે કે, આ ખાનગી હોસ્પીટલમાં ફ્રી નિદાન થાય છે, અથવા તો સારવાર પર 50% છૂટ મળે છે, તો શું તમે માનો ખરાં!! જો ના તો તમારે હવે આ વાત માનવી જ પડશે, કેમકે આપણાં જૂનાગઢમાં આવેલી ‘ફાતિમા ડેન્ટલ એન્ડ ફેશિયલ સર્જરી હોસ્પિટલ’માં ચાલી રહ્યો છે એક ખાસ કેમ્પ. જેમાં નીચે જણાવેલી સમસ્યાઓનું મળી રહ્યું છે સોલ્યુશન, અને એ પણ જે તે ચાર્જિસ પર 50% ડિસ્કાઉન્ટ મેળવીને… Fatima Dental Clinic
એવા ઘણાં લોકો હોય છે જે પોતાના વાંકાચૂકા દાંતને લીધે સ્માઇલ કરતાં ખચકાટ અનુભવતા હોય છે. આવા લોકોએ હવે જરાં પણ સંકોચ અનુભવવાની જરૂર નથી, કેમકે એ લોકો માટે ‘ફાતિમા હોસ્પિટલ’માં થઈ રહી છે બ્રેસેસ ટ્રીટમેન્ટ. જેના દ્વારા વાંકાચૂકા, વધારે પડતાં અંદર કે બહાર નીકળી ગયેલા દાંતને તાર અને ક્લિપ બેસાડી સીધા કરવામાં આવશે. એવીજ એક બીજી સર્જરીની વાત કરીએ તો…
આકસ્મિક રીતે તૂટી ગયેલા કે સડો થવાને લીધે બિનઉપયોગી બનેલા દાંતને કાઢીને તેના બદલે કુદરતી દાંત જેવાજ કૃત્રિમ દાંતને સ્ક્રૂના માધ્યમથી ફિક્સ રીતે ફિટ કરવા માટે એક સર્જરી કરવામાં આવે છે, જેને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં સ્ક્રૂ વડે ફિક્સ કરાયેલા દાંતની મદદથી તમે કોઈ પણ જાતના દુ:ખાવા વગર ખોરાકને ચાવી શકશો.
તમે એવા ઘણાં લોકો જોયા હશે જેમનું મોં પાન-માવાથી સતત ભરેલું રહેતું હોય છે. જેના લીધે દાંત અને જડબું તો નુક્શાન પામે જ છે, તેની સાથોસાથ વ્યક્તિઓનું મોઢું પણ પૂરું ખુલતું નથી. જેને કારણે ખોરાક લેવામાં પણ તકલીફો ભોગવવી પડે છે. આ તમામ સમસ્યાઓથી પીડાતા લોકોની સારવાર થાય છે ‘ફાતિમા હોસ્પિટલ’માં. એટલું જ નહીં રૂટ કેનાલ, દાહપણ દાઢ કાઢવી, જડબામાં થતી રસોલી,અકસ્માતમાં તૂટી ગયેલા દાંત કે જડબાની સારવાર, દાંતનો સડો દૂર કરી સિમેન્ટ ભરવા જેવી વિવિધ સારવાર પણ કરવામાં આવે છે. હવે વાત કરીએ હોસ્પિટલની ખાસિયતોની…
આપણાં જૂનાગઢ શહેરની અતિઆધુનિક અને દર્દીઓને દાખલ થવા માટેની સગવડતાથી સજ્જ ‘ફાતિમા ડેન્ટલ એન્ડ ફેશિયલ સર્જરી હોસ્પિટલ’, કે જે હાલમાં જ બે વર્ષની ભવ્ય સફળતા મેળવી, ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, એ નિમિત્તે તા.12, ફેબ્રુઆરી, 2019 થી 12, માર્ચ, 2019 સુધી ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી એક્સ-રે કેમ્પનું આયોજન થયું છે. આ કેમ્પ દરમિયાન દાંતને લગતી સમસ્યાઓનું નિદાન અને એક્સ-રે તો ફ્રી થવાના જ છે, પરંતુ ઉપર જણાવેલી તમામ સમસ્યાઓની સારવાર આ કેમ્પના સમયગાળા દરમિયાન 50% ડિસ્કાઉન્ટ સાથે કરી આપવામાં આવશે. તો રાહ કોની જુઓ છો! જાણીલો કેમ્પના દિવસો અને સમય…
(દર મંગળવારે અને શનિવારે)
તારીખ: 12, ફેબ્રુઆરી, 2019 થી 12, માર્ચ, 2019 સુધી
સમય: સવારે 10 થી 1 વાગ્યા સુધી & સાંજે 5 થી 8 વાગ્યા સુધી
સરનામું: બીજો માળ, શ્રીજી કોમ્પ્લેક્ષ, ડો.ખાન સ્કિન ક્લિનિકની બાજુમાં, જુના બસ સ્ટેશન સામે, એમ.જી.રોડ, જૂનાગઢ.
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક: (0285)2621153
નોંધ: કેમ્પના દિવસે નોંધાયેલા કેસને જ 50% ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે.
#TeamAapduJunagadh
Also Read : સોમનાથના દરિયામાં ન્હાવા પર લાગ્યો પ્રતિબંધ, સામે આવ્યા અનેક કારણો!