Fat Rate Increase : દૂધમાં પ્રતિ ફેટે થશે આ વધારો, દૂધ ઉત્પાદકોને થશે ફાયદો!

Fat Rate Increase

Fat Rate Increase : પશુપાલન વ્‍યવસાયએ ગ્રામીણ ભારતમાં કૃષિ પછી સૌથી મોટા વ્યવસાય તરીકે ઓળખ ઉભી કરેલ છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર તેમજ ગીર વિસ્તારમાં પશુપાલન વ્‍યવસાયએ વંશ પરપરાગત અને પ્રાચીન વ્‍યવસાય છે. જે અર્ધકુશળ અને બિન-કુશળ લોકોને ઘર-આંગણે રોજગારીની તકો પુરી પાડે છે. પશુપાલનએ મહિલા પશુપાલકને પૂરક, કાયમી આવર્તિત આવક પૂરી પાડી કુટુંબ માટે આજીવિકાનું સાધન છે. ત્યારે આ વ્યવસાયનો એક ભાગ એટલે દૂધ ઉત્પાદન. આ દૂધ ઉત્પાદનમાં કેટલાક સુધારા વધારાઓ કરવાનું ઉત્પાદન સંઘ દ્વારા નક્કી કરાયું છે.

Fat Rate Increase

આપણું ગુજરાત રાજ્યમાં દુધ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લઈને રાજકોટ તેમજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા તા. 11-05-2019થી પ્રતિ કિલો ફેટમાં રૂપિયા 10 થી લઈને રૂપિયા 30 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, સાથોસાથ પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 610 થી લઈને 630 ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ આવતીકાલથી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરી, પ્રતિ કિલો ફેટના હાલના દૂધના ભાવ રૂપિયા 620 સામે રૂપિયા 630 ચૂકવવાની મહત્વની જાહેરાત કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, અછતગ્રસ્ત તથા અર્ધ અછતગ્રસ્ત વિસ્તારના પશુપાલકોને આ જાહેરાતથી આંશિક રાહત મળશે. દૂધ ઉત્પાદનનો ખર્ચ વધતા ઘાસચારાની અછત, થઈ રહેલા સતત ભાવ વધારાને કારણે સંઘે ચાલુ વર્ષની શરૂઆતમાં ત્રીજી વખત ભાવ વધારો કર્યો છે.

તારીખ 11, એપ્રિલ, 2019ના રોજ 610, તારીખ 1લી મે 2019 ના રોજ 620 અને તારીખ 11મી મે 2019થી 630 નો ભાવ નક્કી થયો છે. એપ્રિલ 2018માં દૂધનો ભાવ રૂપિયા 550 અને 560 આસપાસ તેમજ મે-2018માં 580 હતો. આમ ગત વર્ષની તુલનાએ પ્રતિ કિલો ફેટે રૂપિયા 50નો સતત વધુ ભાવ ચૂકવવામાં આવ્યો છે. ઉપર સૂચવેલા ભાવ વધારા મુજબ સરેરાશ પ્રતિકિલોએ રૂ. 3 નો ભાવ તફાવતની ગણતરી કરતા સંઘ દૈનિક રૂપિયા 15 લાખથી વધુ રકમ ચૂકવે છે અને માસિક 4.50 કરોડ જેટલી રકમ સંઘ ચૂકવે છે.

Fat Rate Increase

આ બાજુ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન રામશીભાઈ ભેટારીયાએ પ્રતિ કિલો ફેટમાં રૂ.30 નો વધારો કરી, પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 610 ચૂકવવામાં આવશે તેવું જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં હાલ ઉનાળામાં પશુપાલકોને દૂધ ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જેને ધ્યાને લઇ સંઘ દ્વારા આગામી તારીખ 11મેથી પ્રતિ કિલો ફેટના ભાવ રૂપિયા 30નો વધારો કરાયો છે. 11મીથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ભાવ રૂપિયા 610 ચૂકવવામાં આવશે. આ ભાવ વધારાથી સોરઠના પશુપાલકોને મહિને રૂપિયા 1 કરોડ જેટલો વધારે ફાયદો થશે.

જો આપણે પ્રતિકીલો ફેટને નજીકથી સમજીએ તો, દૂધ ઉત્પાદકને દૂધના પ્રતિ ફેટે રૂપિયા 0.30નો વધારો મળશે. હાલમાં દૂધ ઉત્પાદકોને પ્રતિ ફેટનો ભાવ 5.80 રૂપિયા ચૂકવવામાં આવે છે, આથી 11મી મે થી દૂધ ઉત્પાદકોને પ્રતિ ફેટ 0.10 થી 0.30 સુધીનો વધારો મળશે, જેથી પ્રતિ ફેટ રૂપિયા 5.90 થી 6.10 રૂપિયા ભાવ મળશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, કોઈ મંડળી દ્વારા દૂધમાં ભેળસેળ થતી હોવાનું જણાશે અથવા સંઘના નિયમ કરતા ઓછો ભાવ ચૂકવાતો હોવાનું ધ્યાનમાં આવશે તો, તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : અનુષ્કા શર્મા અત્યારે કરી રહી છે આ કામ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં થઇ રહેલી તેમની આ વાતો સાચી કે ખોટી?