જાણો આ વર્ષે આપણાં જૂનાગઢ માં દિવાળીની ખરીદી કંઈ રીતે અલગ છે

જૂનાગઢ

જૂનાગઢ : દિવાળી હવે નજીક છે એટલે હવે ઘર શણગારવાની, કપડાઓ ખરીદવાની વગેરે તૈયારીઓ શરૂ થઈ જશે. સામાન્ય રીતે જોઈએ તો હવે એકપણ એવી બજાર નહીં હોય કે જ્યાં તમે કોઈપણને અડકયા વિના નીકળી શકો… આ ભીડમાં પણ ઘણા લોકો તો માત્ર દુકાનદારોને હેરાન કરવા કે પછી બસ મજા આવે એટલે જ જતા હોય છે.

‘આ નહીં પેલું બતાવો, આ નહીં ઓલું બતાવો, આ મને થોડુંક ઠીક નથી લાગતું બીજું બતાવો, આમાં હું જાડો/જાડી તો નહીં લાગુ ને !,”આવાં બધા વાક્યો અત્યારે તમે કોઈપણ દુકાનોમાં જાઉં એટલે સાંભળવા મળશે જ ! અને એમાં પણ જો તમે કોઈ સાંકડી બજાર કે ગલીમાં ફોરવ્હિલ લઇને નિકળા હોઈ એટલે બધાં હોર્ન મારી મારીને આખી બજાર ગજાવી મૂકે. અને એ ધૂળની ડમરીઓ ઉડતી હોઈ એમાં પણ એલર્જી વાળા લોકોને છીંકોની હલાબેલી ચાલતી હોય, અને એ ધૂળની ડમરીથી કોઈની આંખો બંધ થઈ ગઈ હોય એટલે ક્યાંક કોઈને ઠોકર લાગી જાય એટલે કે ખાટી મીઠી બોલાચાલી શરૂ થઈ જાય, પણ છેવટે મજા તો બધાંને પાડવાની જ ! છેલ્લે થાકીને ઘર પહોંચીએ ત્યાંતો હાશકારો છૂટી જાય.

આપણાં જૂનાગઢમાં અત્યારે માંગનાથમાં કૈક અલગ જ માહોલ જોવા મળે એમાં પણ ખરીદી પર નીકળેલ મહિલાઓમાં આમ કંઈક વધારાનો જુસ્સો આવી જતો હોય છે. અત્યારે દિવાળીના સમયમાં કપડાઓની ખરીદી, નવા બુટ- ચંપલોની ખરીદી, દિવડાઓની ખરીદી, રંગોળી માટેના રંગોની ખરીદી, મીઠાઈઓની ખરીદી વગેરે કામોને અંજામ અપાતો હોઈ છે. પણ…પણ જરૂર છે એક નવા વિચારને ખરીદવાની કે પછી એ વિચાર કોઈ મહાપુરુષના જીવનમાંથી ઉછીનો લેવાની કે જે વિચારથી તમારી દિવાળી કંઈક ખાસ બને, અને તમારાં જીવનમાં એ આ તહેવારની જેમ હમેંશા માટે પ્રકાશિત રહે.

આવો આ દિવાળીએ સંકલ્પ કરીએ એક નવા વિચારને આપણી જીંદગીમાં અમલમાં મુકવાનો તમારો આ વિચાર અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો

જૂનાગઢ

Also Read : નીતા અંબાણી પાસે છે, વિશ્વનું સૌથી મોઘું હેન્ડબેગ, જાણો શું ખાસીયત છે આ બેગની …