તા.20મી જૂન, સાંજે 7 વાગ્યા સુધીમાં જૂનાગઢમાં વધુ 2 કોરોના પોજીટીવ કેસ નોંધાયા…

કોરોના

જૂનાગઢ જીલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જેના કારણે હાલ જિલ્લાના કોરોના પોજીટીવ દર્દીઓની સંખ્યા પણ ખાસ્સી વધી ચૂકી છે. આ વધતાં કેસના ઉમેરા સાથે અત્યારે જૂનાગઢમાં કોરોનાની શું સ્થિતિ છે તે જાણીએ…

કોરોના

જૂનાગઢ જીલ્લામાં જીટી થોડાક દિવસોમાં પોજીટીવ કેસમાં ધરખમ વધારો થયો હોય તેવું લાગે છે, કારણ કે છેલ્લા થોડાક દિવસોમાં જૂનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં સરેરાસ 3 પોજીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આજ તા.20મી જૂનના રોજ પણ ફરી 2 કેસ નોંધાયા છે.

કોરોના

આ નવા નોંધાયેલા બંને કેસ જૂનાગઢ શહેરના જ છે. જેમાંથી મધુરમના રહેવાસી એક 51 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ નોંધાયો છે. તેમજ અન્ય એક કેસ શહેરના લક્ષ્મીનગર ખાતે રહેતા 65 વર્ષીય મહિલાનો નોંધાયો છે. શહેરમાં નોંધાયેલા આ બંને કેસના રહેણાક વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવેલ છે.

શહેરમાં નોંધાયેલા બે નવા પોજીટીવ કેસ સાથે જૂનાગઢ જિલ્લાની કોરોના સ્થિતિ નીચે દર્શાવ્યા મુજબ છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 20મી જૂન, 2020 (શનિવાર)
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 50
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 15
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 34
●મૃત્યુઆંક: 1

કોરોના

Also Read : The video of chasing Lion and Lioness on a bike in the jungle near Amreli has gone viral