Baba Mitra Mandal : ઉનાળો દિવસેને દિવસે અસહ્ય બની રહ્યો છે, ત્યારે જૂનાગઢનાં શહેરીજનો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. સામાન્ય રીતે બપોરના સમયે જે રસ્તા પર ટ્રાફિક જોવા મળતો હોય છે, તે રસ્તા આ ઉનાળાના સમયમાં સુમસાન જણાઈ રહ્યા છે. આ ગરમીનો પારો જ્યારે સતત્ત વધી રહ્યો છે ત્યારે રાહદારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. વારંવાર લાગતી તરસ છિપાવવા ઠંડાપીણાંનો કે પાણીનો આશરો લેવો પડી રહ્યો છે.baba mitra mandal
ખાસ કરીને શહેરમાં ખરીદી કે અન્ય કામકાજ માટે આવતા લોકોને પાણી પીવા વલખાં મારવા પડતાં હોય છે, કારણ કે હાલના સમયમાં મિનરલ વોટર બોટલના ભાવ એટલા વધ્યા છે કે, તેની ખરીદી દરેક લોકોને પરવડે તેમ નથી! એમાય પોતાના પરિવાર સાથે નીકળેલા લોકોને તો પાણીની બોટલ પાછળ જ મોટો ખર્ચ થઈ જાય છે.ત્યારે આવા લોકોને પીવાના પાણીની મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે માટે આપણાં જૂનાગઢમાં ચાલતી સેવાકીય સંસ્થા એટલે કે બાબા મિત્ર મંડળ દ્વારા છેલ્લા છ વર્ષથી નિ:શુલ્ક પાણીના પરબ ઊભા કરવામાંઆવે છે.
આ ઉનાળામાં આલોકો સરળતાથી ઠંડુ પાણી પીને પોતાની તરસ છીપાવી શકે તે માટે બાબા મિત્ર મંડળના દ્વારા શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં મિનરલ પાણીના પરબ ઊભા કરવામાં આવ્યા છે. જુનાગઢ શહેરમાં હાલ વણજારી ચોક, શહીદ પાર્ક, જોષીપરા રેલવે ફાટક અને હાટકેશ હોસ્પિટલ ખાતે પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા છે. આ પીવાના પાણીના પરબોમાં દરરોજનો અંદાજીત પાંચ હજાર રૂપિયા ખર્ચ આવે છે. જોકે બાબા મિત્ર મંડળના સભ્યો દ્વારા કોઈપણ લોકો પાસેથી નાણાં માંગવામાં આવતા નથી,પરંતુ જે કોઈ સ્વૈચ્છિક દાન આપે તો તે ખુશીખુશી સ્વીકારવામાં આવે છે. અનેક લોકો આ પ્રકારના સેવાકાર્યમાં યથાશક્તિ દાન આપી પુણ્યનું ભાથું બાંધતાહોય છે. જેમાં બાકીનો ખર્ચ બાબા મિત્ર મંડળ દ્વારા ઉપાડવામાં આવે છે.
જૂનાગઢમાં જુદીજુદી જગ્યાએ બાબા મિત્ર મંડળ દ્વારા શુદ્ધ અને ઠંડા પાણીના કેરબા મૂકીને લોકોને પાણી પીવડાવવામાં આવે છે.આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને તેમના સ્થાને જઈને બંને સમયે ગરમાગરમ ભોજન નિ:શુલ્ક પહોંચાડવામાં આવે છે. તેમજ વૃદ્ધો, અશક્તોને અત્યંત રાહત ભાવે માત્ર 11 રૂપિયામાં ટિફિન પણ પહોંચાડવામાં આવે છે.
બાબા મિત્ર મંડળ દ્વારા આ ઉનાળામાં કોઈ તરસ્યું ન ટળવળે તે માટે એક સંદેશ અપાયો છે કે, આપણે આપણાં ઘરમાં પડેલી નકામી પ્લાસ્ટિકની બોટલોમાં શુધ્ધ પીવાનું પાણી ભરીને તેને ફ્રીજમાં સ્ટોર કરીએ. જ્યારે પણ બહાર જવા નિકળીએ ત્યારે એ પાણી તરસ્યાને પીવડાવી તેમણે ઠંડા પાણીથી તૃપ્ત કરી આપણે પણ એક સેવાયજ્ઞનીશરૂઆત કરીએ.
આભાર: બાબા મિત્ર મંડળ
#TeamAapuJunagadh
Also Read : ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકાર તરફથી મળી રહ્યો છે આ લાભ…