Sardar Patel Jayanti : આજે રાષ્ટ્રીય એકતા દિવસ: સરદાર પટેલ ની જન્મ જયંતી જાણો સરદાર સાહેબના જૂનાગઢ પર ના ઉપકારો

Sardar Patel Jayanti

Sardar Patel Jayanti : વર્ષ ૨૦૧૪ થી ભારત સરકાર દ્વારા દર વર્ષે લોખંડી પુરૂષ સરદાર પટેલ ની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સરદાર પટેલે જૂનાગઢને સ્વતંત્રતા અપાવવામાં સિંહફાળો આપેલો છે. તો ચાલો જાણીએ સરદાર પટેલના જૂનાગઢ શહેર પરના ઉપકારો:

Sardar Patel Jayanti

  1. જૂનાગઢની આઝાદી માટે “આરઝી હકૂમત” ની રચના તેમજ કાર્યવાહી માટે સરદાર પટેલે કેન્દ્ર તરફથી સંપૂર્ણ સહયોગ અને સહકાર આપ્યા હતા. 

  2. જૂનાગઢ ના નવાબને મનાવવા માટે પણ સરદાર પટેલે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા અને તેમણે વી.પી.મેનન ને જૂનાગઢ મોકલ્યા હતા જોકે એ પ્રયત્નો નિરર્થક રહ્યા હતા.
  3. આરઝી હકૂમતની સેના “લોકસેના” લડી શકે તે માટે શસ્ત્રો મળી રહેશે તેવો વિશ્વાસ અને સહકાર પણ સરદાર પટેલ શામળદાસ સાહેબને દિલ્હી ખાતેની મુલાકાત માં આપ્યો હતો.
  4. જૂનાગઢની આઝાદી સમયે રચાયેલ વચગાળાની સરકાર ની કાર્યવાહીથી ફેલાયેલ અરાજકતાને જૂનાગઢ રાજ્યના નેતાઓને સમજાવીને સરદાર શ્રી એ અટકાવી હતી.
  5.  ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સરદાર સાહેબે બહાઉદ્દીન કોલેજ ના મેદાનમાં નાગરિકોની એક વિશાળ સભાને સંબોધન કરતા કહ્યું કે ભારત સરકાર રાજ્યની પ્રજાની ઇચ્છા અનુસાર વર્તવા માટે બંધાયેલી છે, જૂનાગઢની સમસ્યાનો જે શુભ અંત આવ્યો છે તેનો તમે બધા સ્વીકાર કરો છો ? આ પ્રશ્નના જવાબમાં હજારો હાથ ઊંચા થયા હતા.

સરદાર પટેલ

આમ જૂનાગઢ માં સર્જાયેલ લોકક્રાંતિ ના શાંતિપૂર્વક સમાપન માટે સરદાર પટેલ સાહેબ નો જ ઉપકાર માનવો રહ્યો. આજે એમના જન્મદિવસે, આવા મહાપુરુષને કોટી કોટી વંદન આપણે સૌ એક રહીએ અને એકતા જાળવીએ એ જ આપણી એમને ભેટ ગણાશે !

સરદાર પટેલ

જય સરદાર જય હિન્દ!
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read Uparkot Junagadh