Aapdo Avaaj : જૂનાગઢ ના દીવાન ચોક ની આ ઘટના છે, આજે સવારે કોઈએ બ્લેન્કેટ માં પેપર ભરી ને ગલી માં જ સળગાવ્યા હતા. આવી વસ્તુઓ ને આગ લગાવીને આપડે પ્રદુષણ તો કરીયે જ છે પણ આપણે આજુ બાજુ માં રહેતા લોકો અને પાર્ક કરેલા વાહનો ને પણ નુકસાન પોંહચાડીયે છે, આ આગ ના લીધે બાજુ માં પાર્ક કરેલી એક બાઈક ના વ્હીલ માં પણ આગ લાગી હતી. આવી રીતે વસ્તુઓ સળગાવવી એ સફાઈ નથી, આનાથી માત્ર પ્રદુષણ જ થશે. આવા લોકો ને મારી ખાસ વિનંતી છે કે આવી રીતે વસ્તુઓ ને આમ થી તેમ ફેંકી ને આગ લગાવવી એ જવાબદારી થી ભાગવા જેવી વાત છે, જો તમારે ખરેખર સફાઈ જ કરવી હોઈ તો ઘણી જગ્યાએ સરકારી કચરાપેટી હોઈ જ છે ત્યાં જઈ ને ફેંકી શકો છો. તમે જયારે કોઈ ને આવું કરતા જોવ તો તેમને રોકો, જૂનાગઢ ને સાફ રાખવું એ આપડી ફરજ છે.
– રાજન પરમાર
Also Read : જૂનાગઢ શહેરનો એકમાત્ર કોરોના પોઝીટીવ દર્દી આજ તા.19મી મેના રોજ ડિસ્ચાર્જ થયો.