ગુજરાતમાં કોરોના સામેની લડાઈ કંઈક અંશે સફળ થતી હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે આજ તા.3જી મે સુધીમાં રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી 1,000થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ અહીં ગુજરાત અમે ભારતના કોરોના સંબંધિત આંકડાઓ આપેલા છે, તેના પર એક નજર નાખીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 3જી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 40, 263 (નવા 2,487 કેસ ઉમેરાયા)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 28,070 (નવા 1,535 એક્ટિવ કેસ થયા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 10,887 (વધુ 869 દર્દીઓ રિકવર થયા.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,306 (વધુ 83 દર્દીઓનું મૃત્યુ થયું.)
ભારત બાદ હવે એક નજર ગુજરાત રાજ્યમાં હાલ સુધીના કોરોના સંબંધિત આંકડાઓ પર કરીએ. રાજ્યમાં ફરી એક જ દિવસમાં કોરોનાના નવા 374 કેસનો ઉમેરો થયો છે તો સાથે જ 146 જેટલા લોકોએ આજે કોરોનાને મ્હાત આપી છે. જેની સાથે જ કુલ એક હજારથી વધુ લોકોએ કોરોના સામે જીત મેળવી છે. હાલ પોઝીટીવ કેસની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર ભારતમાં બીજા નંબરનું હોટસ્પોટ છે. આ સાથે જ અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 3જી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 5,428(નવા 374 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 4,096
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,042 (વધુ 146 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 290 (વધુ 28 લોકોના મૃત્યુ થયા)
ગુજરાતમાં નોંધાયેલા કેશથી માંડીને આજ સુધીમાં કુલ 1,000થી વધુ લોકોએ કોરોના સામેની લડાઈમાં જીત હાંસલ કરી છે. રાજ્યમાં જેમ જેમ નવા કેસ સામે આવી રહ્યા છે તેમ તેમ રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ રેસીઓ અત્યારે 4:1 મુજબ ગણી શકાય. જે ખરેખર રાહતપૂર્ણ સમાચાર છે.
ભારત અને ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર કરીએ. જ્યાં હજી સુધી એકપણ કોરોના પોઝીટીવ દર્દી નોંધાયેલ નથી. પ્રશાસનની અવિરત કામગીરી અને લોકજાગૃતિને કારણે જૂનાગઢ જિલ્લો લોકડાઉનના એક મહિનાથી વધુ સમય સુધી કોરોનામુક્ત બની રહ્યો છે. જે ખરેખર જૂનાગઢ જિલ્લા માટે સારા સમાચાર સમાન જ છે.
Also Read : Junagadh Municipal Corporation has sealed 5 restaurants from Junagadh