Junagadh News: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2023-24 માં રૂ.80.60 કરોડના કામ થયાં!
- જૂનાગઢ મહાનગરપાલિકાને રાજ્ય સરકારે રૂ.266.41 કરોડની ગ્રાન્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે; આમાંથી વર્ષ 2023-24માં 80.60 કરોડના વિકાસ કામો કરાયા છે.
- હવે જેમ જેમ કામ થતા રહેશે, તેમ રાજ્ય સરકાર ગ્રાન્ટ રિલીઝ કરતી રહેશે.
- મળતી વિગતો અનુસાર; રાજ્ય સરકારે રૂ.236.87 કરોડ, રૂ.17.79 કરોડ અને રૂ.11.62 કરોડ મળી કુલ રૂ.266.41 કરોડની ગ્રાન્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
- વર્ષ 2023-24માં સ્વર્ણિમ જયંતિ વિકાસ યોજનાના રૂ.59.81 કરોડના કામોની મંજૂરી મંગાઇ હતી, ત્યારે તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
- સાથે સરકારે ત્રણ ગણું આયોજન કરવા જણાવ્યું હતું.
- જેને પગલે રૂ.237 કરોડના વિવિધ વિકાસ કામોનું આયોજન કરાયું હતું; સાથે સડક યોજનાનું રૂ.17.79 કરોડનું આયોજન કરાયું હતું, જેની સામે 10.40 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.
- બાકીની રકમનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવા જણાવ્યું હતું.
- જ્યારે રૂ.10.40 કરોડના વિકાસ કામોની સામે રૂ.11.61 કરોડની ગ્રાન્ટને મંજૂરી અપાઇ હતી, ત્યારે રૂ.59.81 કરોડ, રૂ.10.40 કરોડ અને રૂ.10.40 કરોડના ત્રણ કામોના મળી રૂ.80.60 કરોડના વિકાસ કામો કરાયા હતા.
- આમાં બાકીની રકમ રાજ્ય સરકારે આ વર્ષ 2023-24ના રૂ.31 કરોડનો ચેક આપ્યો છે.
- શહેરી વિકાસ વિભાગ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનાગઢ મનપાના રસ્તાના 12 કામો માટે રૂ.10,86,90,705 અને ડ્રેનેજના કામ માટે રૂ.75,00,000 મળી રૂ.11,61,90705 ની ગ્રાન્ટની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
- મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત જૂનાગઢ મનપાને રોડના 30 કામો કરવા માટે રૂ.17.78 કરોડની ગ્રાન્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
- શહેરી વિકાસ વિભાગના ઠરાવથી મનપાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રસ્તા, ડ્રેનેજ, બિલ્ડીંગ, બ્રિજ, વાહન, પાણી, સ્ટ્રીટ લાઇટ અને અન્ય કામોના મળી કુલ 291 કામો માટે રૂ.2,36,87,50,465ની ગ્રાન્ટને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે.