Junagadh News : જૂનાગઢ જિલ્લામાં યુવા ઉત્સવ 2023 યોજાશે ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ 18 જુલાઈ સુધીમાં અરજી મોકલવાની રહેશે.
- જિલ્લાકક્ષા યુવા ઉત્સવનું આયોજન થનાર છે, તેમાં વયજૂથ અ વિભાગ 15 વર્ષથી ઉપર અને 20 વર્ષ સુધીના, બ વિભાગ 20 વર્ષથી ઉપરના અને 29 વર્ષ સુધીના અને ખુલ્લો વિભાગ 15 વર્ષથી ઉપરના અને 29 વર્ષ સુધીના સ્પર્ધક કલા વિભાગ, સાહિત્ય વિભાગ અને સાંસ્કૃતિક વિભાગની અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈ શકશે.
- જેમાં અ અને બ વિભાગના સ્પર્ધક ઝોન/તાલુકા કક્ષાએથી શરૂ થતી વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય સ્પર્ધાઓ ઉપરાંત ‘બ’ વિભાગમાં પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા-છંદ-ચોપાઈ, લગ્નગીત, જ્યારે સીધી જિલ્લાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ માટેના અ અને બ વિભાગના સ્પર્ધક શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), શાસ્ત્રીય નૃત્ય- ભરતનાટ્યમ, કથ્થક માં સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
- જ્યારે ખુલ્લો વિભાગના સ્પર્ધક ઝોન/તાલુકા કક્ષાએથી શરૂ થતી લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમૂહગીત અને સીધી જિલ્લાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા જેવીકે; લોકનૃત્ય, લોક ગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (કર્ણાટકી), સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગિટાર, શાસ્ત્રીય નૃત્ય- મણીપુરી, ઓડીસી, કુચીપુડી, શીઘ્ર વકૃત્વ (હિન્દી/અંગ્રેજી) અને એકાંકી સ્પર્ધામાં સ્પર્ધકો કૃતિના નિયમો પ્રમાણે ભાગ લઈ શકશે.
- ઝોન/તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટેના અરજીપત્રકો તા.18 જુલાઈ 2023 સુધીમાં ઝોન/તાલુકા કન્વીનરને મળી જાય તે રીતે મોકલવાના રહેશે.
- સીધી જિલ્લાકક્ષાની આ સ્પર્ધાના સ્પર્ધકોએ નીયત અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો, આધાર પુરાવા સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં.1, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જુનાગઢ ખાતે તા.18 જુલાઈ 2023 બપોરે 12 કલાક સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટ મારફત મોકલવાની રહેશે.
- સ્પર્ધા અંગેના નિયમો જાણવા Dso Junagadhcity ફેસબૂક આઈ.ડી પર જોઈ શકાશે.
 
		





























