Junagadh News : આગામી તા.21 જૂનનાં રોજ જૂનાગઢ જિલ્લામાં ઠેર-ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે

Junagadh News : આગામી તા.21 જૂનનાં રોજ જૂનાગઢ જિલ્લામાં ઠેર-ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે

– દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે.
– 9 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓનાં ભાગરૂપે જૂનાગઢ ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
– આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાનાં દરેક લોકો યોગ પ્રત્યે જાગૃત થાય તે માટે વિવિધ આયોજનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
– જે અંતર્ગત જૂનાગઢમાં ગિરનાર પર્વત, દામોદર કુંડ, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્ર, જેલ, પોલીસ સ્ટેશન જેવા સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
– આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાનાં દરેક વોર્ડ અને તાલુકા કક્ષાએ યોગ દિવસ ઉજવવામાં આવશે.
– જ્યારે, જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે.
– આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા રમત વિકાસ અધિકારી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Also Read : Junagadh News : જૂનાગઢ શહેરમાં આગામી તા.20 જૂનનાં રોજ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથની 19 મી ભવ્ય શોભાયાત્રા યોજાશે.