Junagadh News : જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 16% જેટલો વરસાદ વરસી ગયો!

Junagadh News
Junagadh News : જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 16% જેટલો વરસાદ વરસી ગયો!
  • બિપરજોય વાવાઝોડાની અસરથી જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે.
  • ગત તા.12 જૂન થી 13 જૂન સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ 15% વરસાદ વરસી ગયો છે.
  • સતાવાર રીતે તો 15 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, પણ વાવાઝોડાની અસરના કારણે તા.12 જૂનથી જ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
  • અત્યાર સુધીમાં સૌથી વધુ મેંદરડા પંથકમાં 10 ઇંચ (25.90%) જેટલો વરસાદ નોંધાયો છે.
  • તેમજ સૌથી ઓછો ભેંસાણ તાલુકામાં અઢી ઇંચ (8.17%) જેટલો વરસાદ નોંધાયો છે.
  • જ્યારે કેશોદમાં 8 ઇંચ (22.15%) જેટલો વરસાદ અને જૂનાગઢમાં 5.5 ઇંચ (14.02%) વરસાદ નોંધાયો છે.
  • આમ, જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 62 ઇંચ (16%) જેટલો વરસાદ નોંધાયો છે.
  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર; હજુ 14 થી 16 જૂન દરમિયાન કોઈ જગ્યાએ મધ્યમ-ભારે વરસાદ પડી શકે છે અને પવનની ગતિ 40 થી 50 કીમીની રહેશે.
  • જ્યારે ચોમાસુ જૂનના અંતિમ સપ્તાહ એટલે કે 29 જૂન આસપાસ આવી શકે છે!

Also Read : Junagadh News : પારુલ યુનિવર્સિટીના 7 વિદ્યાર્થીઓની ટીમે ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી શૂટિંગ ટુર્નામેન્ટ(AIU) માં ભારતની ટોચની 8 ટીમોમાં સ્થાન મેળવ્યું.