કોરોના : તા.21મી જુલાઈ, 11 AM સુધીમાં દેશમાં વધુ 24,000 લોકો રિકવર થતા હાલ એક્ટિવ કેસની સંખ્યા કેટલી? જાણો વિગતવાર માહિતી

જૂનાગઢમાં કોરોના ના વધતા જતા કેસની ગતિમાં થોડો ઘટાડો નોંધાયો છે, તેનાથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અને તંત્રમાં પણ રાહતની લાગણી પ્રસરી ચુકી છે, પરંતુ તે સાથે એક જ દિવસમાં વાદબુ 4 કોરોના દર્દીનું મૃત્યુ થતા ફરીથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અહીં જૂનાગઢના કોરોનાના આંકડાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ, તે પહેલાં ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા પર નજર કરીએ.

કોરોના

સૌથી પહેલા અહીં ભારતના કોરોનાના આંકડાઓ વિશે જાણીએ. છેલ્લા 24 કલાક બાદ દેશમાં કોરોનાના પોઝીટીવ કેસમાં નવા 37 હજાર પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 2-3 દિવસથી સતત વધતા કેસમાં ઘટાડો નોંધાતા સમગ્ર દેશમાં થોડી રાહત વર્તાઈ છે. આ સાથેના ભારતના કોરોનાના અન્ય આંકડાઓ પર નજર કરીએ.

કોરોના

ભારતના કોરોનાના આંકડા:

  • તારીખ: 21મી જુલાઈ, 2020(મંગળવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 11,55,191 (વધુ 37,148 નવા કેસ ઉમેરાયા)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 7,24,587 (વધુ 24,491 લોકો રિકવર થઈ ગયા)
  • કુલ મૃત્યુઆંક: 28,084 (વધુ 587 લોકોનું દુઃખદ અવસાન થયું)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 4,02,529

ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે ગુજરાતના કોરોનાના આંકડા તપાસીએ. ગુજરાતમાં ગઈકાલ બાદ ફરી નવા 998 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેને જોતા જણાય છે કે, ગુજરાતમાં પણ પોઝીટીવ કેસની સંખ્યા 4 આંકડામાં થઈ જાય તે વાત હવે નકારી શકાય નહીં. નવા નોંધાયેલા કેસના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યા 49 હજારને વટી ચૂકી છે. આ સાથેના રાજ્યના કોરોનાના આંકડાની તમામ વિગત નીચે મુજબ છે.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 20મી જુલાઈ 2020(સોમવાર)
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 49,439 (નવા 998 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 35,659 (વધુ 777 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,167 (વધુ 20 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 11,613

કોરોના

ભારત અને ગુજરાત બાદ હવે જૂનાગઢના કોરોનાના આંકડાઓ પર એક નજર કરીએ. છેલ્લા 24 કલાક બાદ જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ વંથલી તાલુકામાં નોંધાયેલા છે. નવા આવેલા કેસની વિસ્તાર સહિતની તમામ માહિતી નીચે દર્શાવેલ Image મુજબ છે.

આ સાથે જ કાલના દિવસે વધુ 26 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે ગઈકાલના રોજ એક દિવસમાં વધુ 4 કોરોના દર્દીનું દુઃખદ અવસાન થયું છે. જેનાથી સમગ્ર શહેર અને જૂનાગઢ જિલ્લો શોકમગ્ન થઈ ચૂક્યો છે. વધુ 4 કોરોના દર્દીનું અવસાન થયું તેમાંથી એક દર્દી માત્ર કોરોનાના કારણે જ મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય 3 દર્દીઓને કોરોના સાથે બીજી પણ અન્ય બીમારી હતી.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 20મી જુલાઈ, 2020 (સોમવાર)
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 564
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 137
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 408
●મૃત્યુઆંક: 17

આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 51 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 615 ગણવામાં આવે છે.

Also Read : Bhavnath Mahadev Temple