જૂનાગઢ જીલ્લાની તા.29મી જૂનના રોજ બપોરે 12 વાગ્યા સુધીની કોરોના ના કુલ પોજીટીવ કેસ અને એક્ટિવ કેસની માહિતી.

કોરોના

સમગ્ર ગુજરાતના બધા જીલ્લામાં કોરોના ના કેસ આવી ગયા તેના ખૂબ લાંબા સમય બાદ જૂનાગઢ જીલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો, પરંતુ આ ટુકા સમયમાં જ જૂનાગઢમાં કોરોનાના કેસની ઝડપના કારણે હાલ જીલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 80ને પર થઈ ચૂકી છે, ત્યારે ચાલો જૂનાગઢની અત્યાર સુધીની કોરોનાની સ્થિતિ વિષે જાણીએ.

કોરોના

જૂનાગઢમાં ગત તા.5મી મેના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો, ત્યાર બાદ અત્યાર સુધીમાં શહેરમાં અને જીલ્લામાં મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 80ને વટી ગઈ છે. જેમાં મહત્તમ કેસ બહારના જિલ્લા અને રાજ્યમાથી આવેલા લોકોના જોવા મળે છે. જેના પરથી કહી શકાય કે, શહેરમાં હજી લોકલ ટ્રાન્સમિશનથી થતું કોરોનાનું સંક્રમણ ખૂબ કાબુમાં જણાઈ છે.

ગત 24 કલાકમાં પણ શહેરમાં વધુ 3 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ત્રણેય કેસ શહેણી મધ્યના વિસ્તારોમાથી આવેલા છે. જેનાથી શહેરમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું છે. આ ત્રણેય કેસની માહિતી આ મુજબ છે.

નવા નોંધાયેલા કેસમાં માંગનાથ રોડના માઢ સ્ટ્રીટ ખાતે રહેતા 35 વર્ષીય પુરુષ, નાનીપીઠ વાડીની ખત્રિ મહાલક્ષ્મી શેરીમાં રહેતા 60 વર્ષીય પુરુષ અને સૈયદવાડાના ગોકુળ પેલેસમાં રહેતા 30 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આ નવા નોંધાયેલા કેસ સાથે જીલ્લામાં હવે કોરોનાની સ્થિતિ આ મુજબ છે.

 

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 29મી જૂન, 2020
●સમય: 12:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 83
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 30
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 51
●મૃત્યુઆંક: 2

* આ માહિતી ગઇકાલ તા.28મી જૂન, 2020ના રોજ સાંજે 6 વાગ્યા સુધીની છે.

Also Read : Let’s make this Parikrama “clean & green”