ચાલો જાણીએ આજ સાંજે 8.30 વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસના નવા નોંધાયેલા આંકડાઓ વિશે…

કોરોના

ગુજરાત માટે છેલ્લા થોડાક કલાકો સતત ઉત્તર ચઢાવ વાળા રહ્યા છે. જે દરમિયાન કોરોના પોઝીટીવ કેસના આંકડાઓ વધઘટ થતા રહ્યા. કાલના દિવસના આંકડાઓ સામે આજે તા.7મી એપ્રિલના રોજ કોરોના અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં બહોળો વધારો થયો હતો. અહીં ગુજરાત સહિત ભારતમાં આજના દિવસમાં નોંધાયેલા કોરોનાને લાગતા આંકડાઓ વિશે જાણીએ.કોરોના

સર્વ પ્રથમ તો આજરોજ તા.7મી એપ્રિલના રોજ સાંજે 8:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.
તારીખ: 7મી એપ્રિલ 2020
સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 4,789
કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 353
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 124

ભારત બાદ એક નજર ગુજરાતમાં જોવા મળેલ કેસ પર નાખીએ. ગુજરાતમાં આજે સાંજે 8:30 વાગ્યા સુધીમાં 10 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે જોઈએ આજરોજ સાંજે 8:30 વાગ્યા સુધીમાં આવેલા ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડા વિશે જાણીએ.
તારીખ: 7મી એપ્રિલ 2020
સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 175
કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 25
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 15

આ સાથે જ જૂનાગઢ જિલ્લા પર એક નજર કરીએ. જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ જોવા નથી મળ્યો અને જિલ્લામાં એક પણ શંકાસ્પદ દર્દી નથી. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફાળે જાય છે. આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.

Also Read : Jaymin Jadav and Khyati Rathod have been honored with the Gandhian Youth Technology and Innovation award…