મેંગો સંદેશ કેક અને મેંગો આઈસ પાર્ફાઇટમાં ક્યાં ક્યાં ingredients વપરાય છે? અને શું છે તેના ફાયદા?

લોકડાઉનમાં ઘરે રહીને ઘણા લોકોમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થયો હશે. કોઈ લોકો ઘરે રહીને કવિ-લેખક કે શાયર બની ગયા હશે, તો ઘણા લોકો સારા એવા કૂક બની ગયા હશે. આવા જ અમુક કૂક અને શેફ બનેલા લોકોની કળા અને શોખમાથી વિકાસ અને નવસર્જન પામેલી નવી અને અવનવી વાનગીઓને તમારી સમક્ષ રાખવા માટે “આપડું જૂનાગઢ” લઈને આવ્યા છે, ઓનલાઈન કૂકિંગ કોમ્પિટિશન…

હાલ બજારમાં સારી કેરી સરળ રીતે ઉપલબ્ધ થઈ શકે છે, ત્યારે અહી સૌ પ્રથમ આ ઓનલાઈન કૂકિંગ કોમ્પિટિશનની કેરિમાથી બનતી વાનગીઓ તમારી સમક્ષ રાખી છે. જેમાં સામગ્રી વપરાય છે, તેમજ તેના ફાયદાઓ શું છે તે જાણીએ અને વાનગી બનાવવા માટેનો વિડીયો પણ જોઈએ…

1.) મેંગો સંદેશ કેકમાં વપરાતા ingredients:

 •  પાતળી Sliceમા સમારેલી 2 કેરી
 •  1/2 કપ પનીર (ઘરે બનાવેલું તાજું પનીર)
 • 1/2 કપ પલાળેલી બદામ
 •  4 ટેબલસ્પૂન દળેલી ખાંડ
 •  1/4 કપ બદામ (સુશોભન માટે)
 •  1/4 કપ સમારેલા પિસ્તા (સુશોભન માટે)
 •  4 T spoon મેંગો પ્યુરી
 •  1 ગુલાબ

2.) મેંગો આઈસ પાર્ફાઇટમાં વપરાતા ingredients:

 • 1/2 કપ સમારેલી કેરી
 •  1 કપ ફિણેલું ક્રીમ
 • 4 ટેબલસ્પૂન દળેલી ખાંડ
 •  1/4 કપ મેંગો પ્યુરી
 •  1 પેકેટ ડાઇઝેસ્ટિવ બિસ્કિટ
 •  4 T spoon માખણ
 •  1/2 કપ ગ્રેનોલા મિક્સ (મિક્સ શેકેલા નટ્સ, સૂકા ગુલાબની પાંખડીઓ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ, શક્કરટેટીના બીજ)

આ વાનગીઓની સ્વાસ્થ્ય સંબંધીત માહિતી અને અન્ય માહિતી: 

ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે, જેને કેરી ન ભાવતી હોય. સમાન્યતઃ કેરી એ દરેક વ્યક્તિનું મનપસંદ ફળ હોય છે અને અત્યારે હજુ થોડા સમય માટે બજારમાં કેરી ઉપલબ્ધ છે, ત્યારે અહી તમારી સમક્ષ કેરીમાથી બનતી મસ્ત મીઠી વાનગી “મેંગો સંદેશ કેક” અને “મેંગો આઈસ પાર્ફાઇટ” વિષેની થોડી માહિતી દર્શાવી છે. જેના દ્વારા તમને પણ આ વાનગી બનાવવાની ઈચ્છા થઈ જશે.

 • મુખ્યત્વે કેરી અને પનીરમાથી બનતી વાનગી “મેંગો સંદેશ કેક” સ્વાદમાં શ્રેષ્ઠ અને બનાવવામાં સરળ વાનગી છે.
 • “મેંગો આઈસ પાર્ફાઇટ” પણ બનાવવામાં રોચક, સ્વસ્થ્યપ્રદ અને નવીનત્તમ વાનગી છે.
 •  આ બન્ને વાનગી બનાવવા માટે ઘરમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ થતો હોવાથી સીમિત સમયમાં એક ઉત્તમ વાનગી બનાવી શકાય છે.
 •  લો કેલેરી વાનગી તરીકે પણ આ બન્ને વાનગીની પસંદગી કરી શકાય.
 • સ્વાદની સાથે સાથે તમામ વસ્તુ સંપૂર્ણ રીતે હાઈજેનિક હોવાથી આ વાનગી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
 •  ઓછા સમયમાં પણ ઉત્તમ વાનગી બનાવીને તમે મહેમાનો સામે તમારી રસોઈ કળાને પ્રસ્તુત કરી શકો છો.

આ સાથે જ દેવ કિચન હબ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ ઓનલાઈન કૂકિંગ કોમ્પિટિશનને સફળ બનાવવા માટે શોભાનીધિ ક્રિએશન, સોલિડોમ અને ફાર્મ ફ્રેશ દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ.

આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.

https://aapdujunagadh.com/cooking-competition/vote