તા.31મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત ભારતના કોરોના ના આંકડાઓ પર નજર કરીએ…

કોરોના

કોરોના : ભારતમાં વધતા જતા કેસના કારણે કુલ પોઝીટીવ કેસનો આંકડો 2 લખને નજીક પહોંચવા આવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના આંકડા હવે 15,000ને વટી ચુક્યા છે, ત્યારે ચાલો જાણીએ આજ સુધીની કોરોનાની સ્થિતિ વિશે.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 31મી મે, 2020
  • સમય: સવારે 8:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,82,143 (નવા 8,380 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 89,995 (નવા 4,614 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 86,984 (વધુ 4,614 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 5,164 (વધુ 193 દર્દીઓનું મૃત્યુ થયું.)

કોરોના

ભારત બાદ હવે ગુજરાતમાં તા.31મી મે સુધીમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ વિશે વાત કરીએ તો જણાય છે કે, ભારતની માફક ગુજરાતમાં પણ કોરોનાથી સાજા થઈને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યા ખૂબ નોંધપાત્ર રહી છે. આ સાથે જ અહીં રાજ્યના બીજા કોરોના સંબંધિત આંકડા આપ્યા છે, ટેબ વિશે જાણીએ.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 31મી મે, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 16,794 (નવા 438 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,837
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 9,919 (વધુ 689 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,038 (વધુ 31 લોકોના મૃત્યુ થયા.)

ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ. આજ તા.31મી મેના રોજ જૂનાગઢના વધુ 8 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે. જે જૂનાગઢ માટે સારા સમાચાર છે.

AirAsia India Gives Anti-Smog Masks To Passengers Flying to Delhi

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

  • તારીખ: 31મી મે, 2020
  • સમય: 5:00 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 29
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 5
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 24
  • મૃત્યુઆંક: 0

Also Read : જૂનાગઢ માં થયું હતું દેશનું સૌ પ્રથમ મતદાન