કોરોના : જૂનાગઢ માટે સારા સમાચાર! તા.30 મેના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં વધુ 4 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા…

વિશ્વમાં કોરોના વાઇરસના કેસ જે ગતિએથી વધી રહી છે તે ખૂબ ચિંતાજનક બાબત છે. જો કે કોરોના સામેની લડાઈમાં અત્યારે ભારત સમગ્ર વિશ્વ માટે આદર્શરૂપ છે. કારણ કે સમગ્ર ભારતમાં કોરોના સામેની લડાઈમાં જીત મેળવનાર લોકોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. તે જ રીતે આપણાં જૂનાગઢમાં પણ કોરોના સામેની લડાઈમાં જીત મેળવતા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે, તો ચાલો જાણીએ અત્યારે જૂનાગઢમાં કોરોના વાઇરસમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા કેટલી છે.

કોરોના

આપણે સૌ જાણીએ છીએ કે, હાલ જૂનાગઢમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 28 છે. જે માત્ર છેલ્લા 25 દિવસમાં જ નોંધાયો છે. આટલા ટુક સમયમાં આટલી મોટી સંખ્યામાં કેસ થઈ જવા તે ખરેખર ચિંતાનો વિષય છે, પરંતુ સાથે જ જૂનાગઢમાં કોરોનાથી રિકવર થતા દર્દીઓની સંખ્યા પણ સારા પ્રમાણમાં વધી રહી છે.

આજ તા.30મી મેના રોજ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવનારા વધુ 4 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. જેમાં 2 કેશોદના દર્દીઓ, 1 માણાવદરના દર્દી અને એક જૂનાગઢના દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને ઘરે જઈને પણ વધુ 7 દિવસ સેલ્ફ આઇશોલેનમાં રહેવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે જ હાલ જૂનાગઢમાં કોરોનાની શુ સ્થિતિ છે તે પણ જાણીએ.

  • તારીખ: 30મી મે, 2020 (શનિવાર)
  • સમય: સાંજે 7 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસ: 28
  • રિકવર થયેલા દર્દીઓ: 16
  • મૃત્યુઆંક: 0
  • કુલ એક્ટિવ કેસ: 12

Also Read : જૂનાગઢ માં 09-11-2018 ના દિવસે રોપ-વે નો પ્રારંભ થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ની જાહેરાત