દેશમાં કોરોના ના તા.30મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં અધધ 11 હજારથી વધુ લોકો ડિસ્ચાર્જ થયા…

કોરોના

આજની સ્થિતિએ કોરોના સામેની લડાઈમાં ભારત સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. તેની પાછળ ઘણાબધા કારણો પણ જવાબદાર છે. જેમ કે ભારતમાં મેડિકલની સુવિધા અન્ય દેશો કરતા બહુ સીમિત હોવા છતાં પણ કોરોના અંતર્ગત યોગ્ય સારવાર મેળવીને પોતાના ઘરે જતા લોકોની સંખ્યા ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે, તો ચાલો અહીં જાણીએ ગુજરાત અને ભારતમાં કેટલા લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે તેની સંપૂર્ણ વિગત.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 30મી મે, 2020
  • સમય: સવારે 8:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,73,763 (નવા 7,964 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 86,422 (નવા 3,565 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 72,370 (વધુ 11,264 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 4,976 (વધુ 265 દર્દીઓનું મૃત્યુ થયું.)

Tamil Nadu: Coronavirus positive patient escapes from hospital ...

ભારત બાદ હવે ગુજરાતમાં તા.30મી મે સુધીમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ વિશે વાત કરીએ તો જણાય છે કે, ભારતની માફક ગુજરાતમાં પણ કોરોનાથી સાજા થઈને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યા ખૂબ નોંધપાત્ર રહી છે. આ સાથે જ અહીં રાજ્યના બીજા કોરોના સંબંધિત આંકડા આપ્યા છે, ટેબ વિશે જાણીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 30મી મે, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 16,356 (નવા 412 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,119
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 9,230 (વધુ 621 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,007 (વધુ 27 લોકોના મૃત્યુ થયા.)

ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ. ગત 24 કલાકમાં જૂનાગઢમાં કોરોનાના આંકડા ચડ ઉત્તર થતા રહ્યા છે. કારણ કે, ગઈકાલે રાતે જૂનાગઢના ઝાંઝરડા રોડ ખાતેના હરિઓમ નગરમાં રહેતા એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો, તો સાથે જ આજ તા.30મી મેના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 4 દર્દીઓ રિકવર થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. જે જૂનાગઢ માટે સારા સમાચાર છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

  • તારીખ: 30મી મે, 2020
  • સમય: 5:00 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 28
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 12
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 16
  • મૃત્યુઆંક: 0

Also Read : “જૂનાગઢ ના 5 વર્ષના ખુશ રૂપારેલીયાએ નેશનલ કક્ષાએ કરાટેમાં મેડલ મેળવ્યો”