જૂનાગઢમાં વધી રહેલા કેસ ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે, તો સાથે જ હવે શહેરમાં કોરોના દર્દીના મૃત્યુથી પણ શહેરમાં ચિંતા વ્યાપી ગઈ છે અને સમસ્ત શહેરમાં શોકની લાગણી ફરી વળી છે. આ સાથે જ હાલ શહેરમાં કોરોનાની શુ સ્થિતિ છે તેના વિશે જાણીએ.
જૂનાગઢ જીલ્લામાં ગત 24 કલાકમાં વધુ 8 લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને સાથે જ એક કોરોના દર્દીનું દુઃખદ અવસાન થયું છે. જો કે આજના દિવસમાં વધુ 2 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે જે થોડા રાહતના સમાચાર છે.
નવા નોંધાયેલા દર્દીની માહિતી જાણીએ તે પહેલાં આજરોજ થયેલા કોરોના દર્દીના મૃત્યુ વિશે માહિતી મેળવીએ. જૂનાગઢ શહેરમાં નાનાપીઠ વાડી, મહાલક્ષ્મી શેરીમાં રહેતા 62 વર્ષીય પુરુષનો ગત તા.28મી જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા, પરંતુ આજરોજ તેમનું કોરોનાના કારણે દુઃખદ અવસાન થયું છે.
આ સાથે આજરોજ ડિસ્ચાર્જ થયેલા લોકોની વિગત જાણીએ, જેમાં જૂનાગઢના રહેવાસી એક 35 વર્ષીય પુરુષ અને એક 45 વર્ષીય પુરુષની તબિયતમાં સુધારો આવતા અને કોરોનાથી રિકવર થતા તેમને રજા આપવામાં આવી છે, સાથે જ તેમને સેલ્ફ આઇશોલેનમાં રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.
જૂનાગઢ જીલ્લામાં આજરોજ વધુ 8 લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય પુરુષ, ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતેથી 21 વર્ષીય પુરુષ, શિવાની નગર જોશીપરામાં રહેતા 50 વર્ષીય પુરુષ, શ્રીનાથ નગરમાં રહેતા 29 વર્ષીય સ્ત્રી, સુભાષનગર જોશીપરામાં રહેતા 60 વર્ષીય સ્ત્રી, નિલમધારા એપાર્ટમેન્ટ જોશીપરામાં રહેતા 62 વર્ષીય પુરુષ, વિસાવદર તાલુકાના લિમધ્રા ખાતે રહેતા 25 વર્ષીય પુરુષ અને 35 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. નવા નોંધાયેલા કેસ સાથે હાલ જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
●તારીખ: 30મી જૂન, 2020
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 90
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 34
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 53
●મૃત્યુઆંક: 3
અહી એક વાત એ પણ જણાવવાની કે, જૂનાગઢ જિલ્લાના કુલ પોજીટીવ દર્દીની સંખ્યા 90 છે અને અન્ય જીલ્લામાથી જૂનાગઢ સારવાર માટે મોકલેલા કોરોના દર્દીની સંખ્યા 19 છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના CoViD-19 વિભાગમાં સારવાર લઈ રહેલા અન્ય જિલ્લાના 19 દર્દીઓની માહિતી પણ જૂનાગઢથી રવાના થતી હોવાના કારણે જૂનાગઢ જીલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 109 દર્શાવવામાં આવે છે. જેની ખાસ નોંધ લેવી.
Also Read : ગિરનારની લિલી પરિક્રમા પેહલા પરિક્રમા ના ૩૬ કિમી રુટ નું બારીકાઇ થી નિરીક્ષણ