ભારતમાં મૃત્યુઆંક થયો 1000ને પાર! ચાલો જાણીએ તા.30મી એપ્રિલ 8:30PM સુધીની દેશમાં કોરોના ની સ્થિતિ વિશે

કોરોના

ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રીની ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 313 કેસ સામે આવ્યા છે. સાથે જ સમગ્ર ભારતમાં પણ કોરોના વાઇરસ અતિવેગથી વધી રહ્યો છે. અહીં ભારત અને ગુજરાતના કોરોનાના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 30મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 33,610 (નવા 1823 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 24,162 (નવા 1180 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 8,373 (વધુ 576 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,075 (વધુ 67 દર્દીઓનું મૃત્યુ થયું.)

કોરોના

રાજ્યમાં ફરી 24 કલાકમાં કોરોનાના નવા 313 કેસનો ઉમેરો થયો છે તો સાથે જ 86 જેટલા લોકોએ આજે કોરોનાને મ્હાત આપી છે. હાલ ગુજરાત સમગ્ર ભારતમાં બીજા નંબરનું હોટસ્પોટ છે. આ સાથે જ અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

Lakshman rekha between covidiot and coronapocalypse. Pandemic ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 30મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 4395 (નવા 313 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 3568 (જેમાં 33 લોકો હાલ વેન્ટિલેટર પર છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 613 (વધુ 86 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 214 (વધુ 17 લોકોના મૃત્યુ થયા)

આજના દિવસે નવા 300થી વધુ કોરોના પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે તો સાથે જ એક સારી વાત એ પણ છે કે આજે વધુ 86 લોકોએ કોરોનાને હરાવીને પોતાના ઘર ભણી પ્રયાણ કર્યું હતું.

Coronavirus | 'Work from home' for all government staff in Andaman ...

હવે વાત કરીએ આપડા જૂનાગઢ જિલ્લાની કે જ્યાં આજ સુધી કોરોના વાઇરસનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. છેલ્લા થોડાક સમયથી લેવામાં આવી રહેલા બધા ટેસ્ટિંગ પણ નેગેટિવ નીવડ્યા છે. અત્યાર સુધીમાં જૂનાગઢમાં એક પણ કોરોના સંક્રમિત દર્દી જોવા નથી મળ્યો જે જૂનાગઢ જિલ્લા માટે રાહતના સમાચાર છે.

Also Read : જૂનાગઢ શહેર મા સ્વપ્ન યુવા વિકાસ મંડળ તેમજ કાયા કલ્પ ક્લિનિક દ્વારા અપના ઘર વૃદ્ધાશ્રમ ની મુલાકાત