જૂનાગઢ શહેરમાં વધુ એક કોરોના નો કેસ નોંધાતા તા.28મી મે, સવારે 9 વાગ્યા સુધીમાં કુલ આટલા કેસ થયા.

કોરોના

કોરોના નો કહેર આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. જેમાંથી હવે આપણું જૂનાગઢ પણ બાકાત રહ્યું નથી. જૂનાગઢમાં પણ સમયાંતરે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે અહીં આજ તા.28મી મેના રોજ સવારે 9 વાગ્યા સુધીમાં કેટલા કેસ થયા તેની માહિતી મેળવીએ.

જૂનાગઢમાં ગત તા.5મી મેના રોજથી કોરોનાનું આગમન થયું હતું. ત્યારબાદ ધીમી પણ ચોક્કસ ગતિએ આજે કોરોના સમગ્ર જિલ્લામાં ફેલાઈ ચુક્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેના કારણે આજે જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના આંકડા 25ને પાર થઈ ગયા છે. અહીં જૂનાગઢમાં કેટલા પોઝીટીવ કેસ અને તેમાંથી કેટલા કેસ એક્ટિવ છે તેની વિગતવાર માહિતી જોઈએ.

કોરોના

ગઈકાલે તા.27મી મેના રોજ રાતે જૂનાગઢ કોર્પોરેશન હેઠળ આવતા ઝાંઝરડા રોડ વિસ્તારના સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેથી કુલ પોઝીટીવ કેસનો આંકડો 27 થઈ ગયો છે. જૂનાગઢમાં આજ તા.28મી મેના રોજ સવારે 9 વાગ્યા સુધીમાં કોરોનાની સ્થિતિ આ મુજબ છે.

  • તારીખ: 28મી મે, 2020 (ગુરુવાર)
  • સમય: સવારે 9 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસ: 27 (જૂનાગઢ શહેર-4, અન્ય તાલુકા-23)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 12
  • મૃત્યુઆંક: 0
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 15

આમ, જૂનાગઢ શહેરમાં કુલ 4 અને અન્ય તાલુકામાં કુલ 23 એમ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કુલ 27 કેસ થયા છે. જેમાંથી 12 લોકોને ડિસ્ચાર્જ કરાતા હાલ 15 લોકો સારવાર હેઠળ છે.

Also Read : App of the week – Productivity Challenge Timer