કોરોના : દેશમાં ગઈકાલે કોરોનાના કેસમાં વધુ 49 હજાર કેસનો વધારો નોંધાયો છે. નવા નોંધાયેલા કેસ સાથે હાલ દેશમાં કુલ પોઝીટીવ કેસનો આંક 14 લાખને વટી ચુક્યો છે. જો કે એક સારી વાત એ પણ છે કે, દેશમાં રિકવર થયેલા લોકોની સંખ્યા પણ 9 લાખને પાર થઈ ચૂકી છે. આ સાથે જ અહીં જૂનાગઢ અને ગુજરાત સહિત ભારતના કોરોનાના આંકડા પર નજર કરીએ.
સૌથી પહેલા અહીં ભારતના કોરોનાના આંકડાઓ પર નજર કરીએ. ગઈકાલના દિવસે કોરોનાના 49 હજારથી વધુ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા 49 હજરથી વધુ કેસ સાથે ભારતમાં હાલ કુલ પોઝીટીવ કેસનો આંકડો 14 લાખની ઉપર પહોંચી ગયો છે. આ સાથેના ભારતના કોરોના સંબંધિત અન્ય આંકડાઓ પર નજર કરીએ.
ભારતના કોરોના ના આંકડા:
- તારીખ: 27મી જુલાઈ, 2020(સોમવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 14,35,453 (વધુ 49,931 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 9,17,568 (વધુ 31,991 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 32,771 (વધુ 708 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 4,85,114
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 26મી જુલાઈ 2020(રવિવાર)
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 55,822 (નવા 1,196 કેસ નોંધાયા)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 40,365 (વધુ 734 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,326 (વધુ 21 લોકોના મૃત્યુ થયા.)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 13,131
ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે જૂનાગઢના કોરોનાના આંકડાઓ પર કરીએ. ગત 24 કલાક બાદ જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. નવા આવેલા કેસમાં આંશિક ઘટાડો નોંધાતા તંત્રમાં રાહત વર્તાઈ છે. જૂનાગઢમાં નવા આવેલા કેસની વિસ્તાર સહિતની તમામ માહિતી નીચે દર્શાવેલ Image મુજબ છે.આ સાથે જ કાલના દિવસે વધુ 39 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે ગઈકાલે વધુ 2 કોરોના દર્દીઓનું દુઃખદ અવસાન થયું છે. મૃત્યુ પામેલ આ બંને દર્દીઓને કોરોના સાથે બીજી પણ અન્ય બીમારી હતી. હાલ નવા નોંધાયેલા કેસ સાથે જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
●તારીખ: 26મી જુલાઈ, 2020 (રવિવાર)
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 735
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 168
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 549
●મૃત્યુઆંક: 30
આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 53 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 788 ગણવામાં આવે છે.