ફરી એક દિવસમાં નવા 247 કેસ આવતા તા.27મી એપ્રિલ 8:30PM સુધીમાં કોરોના ના પોઝીટીવ કેસના આંકડા પહોંચ્યા આટલે…

કોરોના

ગુજરાતના અગ્રસચિવશ્રીની ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 247 કેસ સામે આવ્યા છે. સાથે જ સમગ્ર ભારતમાં પણ કોરોના વાઇરસ અતિવેગથી વધી રહ્યો છે. અહીં ભારત અને ગુજરાતના કોરોનાના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 27મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 28,380 (જેમાં 21,132 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 6,362
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 886

કોરોના

રાજ્યમાં ફરી 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસનો ઉમેરો થયો છે તો સાથે જ મૃત્યુઆંકમાં પણ 11 કેસનો વધારો નોંધાયો છે. હાલ ગુજરાત સમગ્ર ભારતમાં બીજા નંબરનું હોટસ્પોટ બની ગયું છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાઇરસના કેસ નોંધાયેલા છે. આ સાથે જ અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

Coronavirus live updates | March 19,2020 - The Hindu

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:- 

  • તારીખ: 27મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 3,548 (નવા 247 કેસ નોંધાયા)
  • એક્ટિવ કેસ: 2,992
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 394 (વધુ 81 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 162 (વધુ 11 લોકોના મૃત્યુ થયા)

ગુજરાતમાં કોરોનાએ ફરી પોતાની અસર મોટા પ્રમાણમાં પહોંચાડી છે. જો કે એક સારી વાત એ પણ છે કે છેલ્લા 24 કલાકમાં કુલ 81 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Coronavirus: Mumbai becomes first city in India to make face masks ...

હવે વાત કરીએ આપડા જૂનાગઢ જિલ્લાની કે જ્યાં આજ સુધી કોરોના વાઇરસનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. છેલ્લા થોડાક સમયથી લેવામાં આવી રહેલા બધા ટેસ્ટિંગ પણ નેગેટિવ નીવડ્યા છે. આજરોજ તા.27મી એપેઇલ સુધીમાં કરવામાં આવેલ 378 ટેસ્ટમાંથી એકપણ પોઝીટીવ કેસ બોનધાયો નથી. અત્યાર સુધીમાં જૂનાગઢમાં એક પણ કોરોના સંક્રમિત દર્દી જોવા નથી મળ્યો જે જૂનાગઢ જિલ્લા માટે રાહતના સમાચાર છે.

Also Read : આવ પરીક્ષા…હું તૈયાર છું