24 કલાક બાદ ફરી કોરોના એ ઊંચક્યું માથું! આજે 8:30PM સુધીમાં નોંધાયા આટલા કેસ…

કોરોના

ગત 24 કલાકમાં ગુજરાતમાં નવા 256 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે તો સાથે જ 17 લોકોએ આજે કોરોનાને મ્હાત આપેલી છે. અહીં ભારત અને ગુજરાતના કોરોનાના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 25મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 24,893 (જેમાં 18,904 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 5,210
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 779

કોરોના

ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ ગુજરાતમાં નવા 256 કેસ નોંધાયા છે અને 6 લોકોનું મૃત્યુ થયું છે. આ સાથે જ અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

કોરોના

 ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 25મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 3,061 (જેમાં 2,646 કેસ એક્ટિવ છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 282
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 133

હવે વાત કરીએ આપણા જૂનાગઢ જિલ્લાની કે જ્યાં આજસુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલ ભવનાથ ખાતે આઇશોલેશન સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે અને શહેરના મુખ્ય પ્રવેશસ્થાનો પર ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. આ સાથે જ ટેસ્ટીંગ બાબતે પણ તંત્ર નિર્ણાયક રીતે કામ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે હજી પણ જૂનાગઢમાં રાહતપૂર્ણ વાતાવરણ જળવાઈ રહ્યું છે.

Also Read : Glimpse of Maha Shivratri Mela | Bhavnath Mela | Junagadh