જૂનાગઢ જિલ્લામાં કોરોના નો વ્યાપ હવે સતત વધી રહ્યો છે. દરરોજ નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. જેના કારણે જૂનાગઢમાં કોરોનાના કેસનો આંકડો 20 ને પાર થઈ ચૂક્યો છે.
જો કે અહીં મહત્વની વાત એ છે કે, જૂનાગઢ કોર્પોરેશન કરતા તાલુકાના વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યા વધુ પ્રમાણમાં છે.. જૂનાગઢ જિલ્લાના પ્રથમ કોરોના કેસ પણ ભેંસાણ તાલુકામાંથી જ નોંધાયા હતા. ત્યારબાદ આજ સુધીમાં સૌથી વધુ કેસો તાલુકાઓમાંથી જ નોંધાઇ રહ્યાં છે.આજ તા.23મી મેના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં નવા 6 કેસ નોંધાયા છે, જેમાંથી 5 કેસ વિસાવદર તાલુકાના બરડીયા ગામે નોંધાયા છે અને 1 કેસ કેશોદ ખાતેથી નોંધાયેલ છે.
આ સાથે જ અહીં જૂનાગઢમાં આજ તા.23મી મે, સવારે 12:00 વાગ્યા સુધીના કોરોનાના આંકડાઓ વિશેની માહિતી મેળવીએ.
- તારીખ: 23મી મે, 2020(શનિવાર)
- સમય: સવારે 12:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસ: 25
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 21
આમ, જૂનાગઢમાં હવે કોરોનાના 25 કેસ થઈ ચૂક્યા છે. જેમાંથી માત્ર 2 કેસ જૂનાગઢ શહેરમાંથી જ નોંધાયેલ છે અને અન્ય 23 દર્દીઓ જિલ્લા હેઠળના તાલુકાઓમાંથી નોંધાયેલ છે.
Also Read : Somnath Temple – The first Jyotirlinga in India