છેલ્લા 24 કલાકમાં નવા 217 કેસ સાથે આંકડો થયો આટલો! 8:30PM સુધીની રાજ્યની કોરોના ની સ્થિતિ જાણીએ…

કોરોના

ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવશ્રીની ગઈ કાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે સાંજ સુધીમાં નવા 217 કોરોના ના દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ 79 લોકોએ કોરોના સામેની લડાઈમાં જીત પણ મેળવી છે. અહીં ભારત અને ગુજરાતના કોરોનાના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 23મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 21,700 (જેમાં 16,689 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 4,325
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 686

કોરોના

ગત 24 કલાક ગુજરાત માટે કોરોના સામેની લડાઈમાં નિર્ણાયક ભૂમિકા ભજવાનારા રહ્યા હતા. કારણ કે ગઈ કાલે સાંજે 5 વાગ્યા બાદ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 79 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે જ અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

One more in Bengaluru tests positive for coronavirus; Karnataka ...

ગુજરાત રાજ્યના કોરોના ને લગતા આંકડાઓ:-

  • તારીખ: 23મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2,624 (જેમાં 2,254 કેસ એક્ટિવ છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 258
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 112

કોરોના

આજે રાજ્યમાં કઈક અંશે રાહત જણાઈ હતી. કારણ કે આજે 79 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓને રિકવર કરવા તે પણ એક અનોખી સિદ્ધિ ગણી શકાય.

Fourth batch of Indians evacuated from Iran

હવે વાત કરીએ આપણા જૂનાગઢ જિલ્લાની કે જ્યાં આજસુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલ ભવનાથ ખાતે આઇશોલેશન સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે અને શહેરના મુખ્ય પ્રવેશસ્થાનો પર ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. આ સાથે જ ટેસ્ટીંગ બાબતે પણ તંત્ર નિર્ણાયક રીતે કામ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે હજી પણ જૂનાગઢમાં રાહતપૂર્ણ વાતાવરણ જળવાઈ રહ્યું છે.

કોરોના

Also Read : Fun Fiesta 2018 was organised by the students of BCA of Shri M M Ghodasara Mahila Arts and Commerce college