કોરોના : દેશમાં ફરી 24 કલાકમાં નોંધાયા નવા 14 હજાર પોઝીટીવ કેસ, સાથે જ ગુજરાત અને ભારતના અન્ય આંકડા જાણો

કોરોના

દેશમાં વધી રહેલા કોરોના ના પોઝીટીવ કેસના કારણે હાલ કુલ પોઝીટીવ કેસની સંખ્યા 4 લાખ 25 હજાર થઈ ચૂકી છે, તો સાથે જ રાજ્યમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા 27 હજારને વટી ચુકી છે, આ સાથેના ગુજરાત અને કોરોનાના આંકડાઓ તપાસીએ જે નીચે મુજબ છે.

કોરોનાભારતના કોરોનાના આંકડા:

  • તારીખ: 22મી જૂન, 2020
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 4,25,282 (વધુ 14,821 નવા કેસ ઉમેરાયા)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 2,37,196 (વધુ 9,440 લોકો રિકવર થઈ ગયા)
  • કુલ મૃત્યુઆંક: 13,699 (વધુ 445 લોકોનું દુઃખદ અવસાન થયું)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,74,387 (4,936 કેસનો વધારો થયો)

COVID-19 situation "especially serious" in Ahmedabad, Surat ...

ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ પોઝીટીવ કેસમાં 560થી વધુ નવા કેસનો ઉમેરો થયો છે, તો સાથે જ 560 લોકો કોરોના વાઇરસમાંથી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અહીં દર્શાવેલ ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 22મી જૂન, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 27,880 (નવા 563 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 19,917 (વધુ 560 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,685 (વધુ 21 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,278

ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જોયા બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડા પર એક નજર નાખીએ, તો જણાય છે કે, છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના મળીને કુલ 7 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેના કારણે હાલ જિલ્લામાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસની સંખ્યા 57 થઈ ચૂકી છે, આ સાથેના અન્ય આંકડાઓની માહિતી નીચે મુજબ છે.

Coronavirus in gujarat: Gujarat reports first coronavirus cases ...

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

તારીખ: 22મી જૂન, 2020
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 57
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 22
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 34
●મૃત્યુઆંક: 1

Also Read : The secret to living is Giving