વધુ 6 મૃત્યુ સાથે આંકડો પહોંચ્યો આટલે…ચલો જાણીએ 11:30AM સુધીની રાજ્યની કોરોના ની સ્થિતિ વિશે…

કોરોના

એક જ રાતમાં ફરી નવા 127 કેસ ઉમેરાયા છે. સાથે જ કોરોનાગ્રસ્ત હોય તેવા 6 દર્દીઓનું દુઃખદ અવસાન થવા પામ્યું છે. હોટસ્પોટ વિસ્તાર ગણાતા અમદાવાદમાં જ 1,000થી વધુ દર્દીઓ કોરોનાગ્રસ્ત છે. અહીં ગુજરાત અને ભારતના કોરોના સંક્રમિત દર્દીઓ અને બીજા આંકડાઓ આપવામાં આવ્યા છે. તેના પર એક નજર કરીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તારીખ: 21મી એપ્રિલ 2020
 • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 18,601 (જેમાં 14,759 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 3,252
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 590

ભારત બાદ હવે વેટ કરીએ ગુજરાતની તો ગુજરાતમાં ફરી એક રાતમાં નવા 127 કેસ નોંધાયા છે. જેના કારણે ગુજરાતમાં કોરોનાનો આંકડો 2,000ને વતી ગયો છે. અહીં ગુજરાત રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓ સહિતના બીજા આંકડાઓ પણ  દર્શાવવામાં આવ્યા છે. જેની નોંધ લઈએ.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

 • તારીખ: 21મી એપ્રિલ 2020
 • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2,066 (જેમાં 1,839 કેસ એક્ટિવ છે.)
 • વેન્ટીલેટર પર રાખવામાં આવેલ દર્દીઓની સંખ્યા: 19
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 131
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 77

ગઈ કાલની સાપેક્ષે આજે ફરી કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. એક જ રાતમાં ફરી 100થી વધુ દર્દીઓ કોરોના અસરગ્રસ્ત થયા છે. રાજ્યના હોટસ્પોટ વિસ્તારો સહિત બીજા જિલ્લાઓમાંથી પણ નવા કેસ સામે આવ્યા હતા.

Coronavirus: Kerala remains the epicenter with 17 infected ...

ગુજરાત અને ભારત બાદ હવે એક નજર કરીએ આપણાં જૂનાગઢ જિલ્લા પર. જૂનાગઢમાં હાલ આંશિક રાહતો સાથે જ્યાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. મેડિકલ સ્ટાફ દ્વારા હાલ સઘન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. જેના માટે તંત્રને આભારી ગણી શકાય.

Also Read : For your bright future after 12th standard