ગુજરાતમાં છેલ્લા થોડાક કલાકોમાં જે રીતે કોરોના અસરગ્રસ્ત દર્દીઓના આંકડા સામે આવી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે. આજે સવારે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ નવા 139 કેસ ઉમેરાયા છે. આ સાથે જ અહીં આપેલા ગુજરાત અને ભારતના કોરોનાના બીજા આંકડાઓ વિશે માહિતી મેળવીએ.
સર્વ પ્રથમ તો આજરોજ તા.19મી એપ્રિલના રોજ સંહવા 8:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસની સંખ્યા પર એક નજર નાખીએ. સતત વધી રહેલા આકડાઓના કારણે કોરોનાનો ગ્રાફ 16,000ને પાર થઈ ચુક્યો છે. ભારતમાં હજી પણ ઘણા વિસ્તારમાં લોકોની મેદની જોવા મળે છે, જેના કારણે કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આ સાથે જ અહીં કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ
- તારીખ: 19મી એપ્રિલ 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 16,116 (જેમાં 13,295 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 2,302
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 519
આજના દિવસે ફરી કોરોના પોઝિટિવ 139 કેસ નોંધાયા છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. માત્ર 10 કલાકમાં નવા 139 કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા છે. જેના કારણે હવે ગુજરાતમાં કોરોનાનો આંકડો 1,700ને પાર થઈ ચૂક્યો છે.છેલ્લા થોડાક દિવસથી રાતે અને દિવસે પણ અઢળક કેસોનો ઉમેરો નોંધાઇ રહ્યો છે. જે ખરેખર ચિંતાનો વિષય છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 19મી એપ્રિલ 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,743 (જેમાં 1,575 કેસ એક્ટિવ છે.)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 105
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 63
ગુજરાત અને ભારત બાદ હવે એક નજર કરીએ આપણાં જૂનાગઢ જિલ્લા પર. જ્યાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. મેડિકલ સ્ટાફ દ્વારા હાલ સઘન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. જેના માટે તંત્રને આભારી ગણી શકાય.
Also Read : 12th National Art Camp | Junagadh