અમદાવાદમાં 1000થી વધુ કેસ સાથે રાજ્યમાં કોરોના પહોંચ્યો આટલે…ચાલો જાણીએ 11:30 AM સુધીની સ્થિતિ

કોરોના

ગુજરાતમાં છેલ્લા થોડાક કલાકોમાં જે રીતે કોરોના અસરગ્રસ્ત દર્દીઓના આંકડા સામે આવી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે. ગઈકાલે એક જ રાતમાં નવા 228 કેસ ઉમેરાયા છે. આ સાથે જ અહીં આપેલા ગુજરાત અને ભારતના કોરોનાના બીજા આંકડાઓ વિશે માહિતી મેળવીએ.

કોરોના
કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 19મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 15,712 (જેમાં 12,974 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 2,231
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 507

ગઇકાલની રાત એ ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક આંકડાઓ લઈને આવેલી રાત હતી. એક જ રાતમાં નવા અધધ 2278 કેસ નોંધાયા છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા થોડાક દિવસથી રાતે અને દિવસે પણ અઢળક કેસોનો ઉમેરો નોંધાઇ રહ્યો છે. જે ખરેખર ચિંતાનો વિષય છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 19મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,604 (જેમાં 1,452 કેસ એક્ટિવ છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 94
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 58

રાજ્યમાં કોરોના પોઝીટીવનો આંકડો 1,500ને વટી ચુક્યો છે અને અહીં મહત્વની વાત એ છે કે, એકલા અમદાવાદમાં જ 1000થી ઉપર કેસ છે. સરકારશ્રીના પ્રયત્નો હોવા છતાં પણ હજી કોરોનાનું સંક્રમણ ઘટવાને બદલે વધી જ રહ્યું છે.

કોરોના

ગુજરાત અને ભારત બાદ હવે એક નજર કરીએ આપણાં જૂનાગઢ જિલ્લા પર. જ્યાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. મેડિકલ સ્ટાફ દ્વારા હાલ સઘન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. જેના માટે તંત્રને આભારી ગણી શકાય.

કોરોના

Also Read : Experience the first Robo race competition in Junagadh